Western Times News

Gujarati News

ખેડાના ઢઠાલમાં યુવકની હત્યા પ્રકરણમાં પિતા-પુત્ર ઝડપાયા

Murder in Bus

Files Photo

(પ્રતિનિધિ)નડીયાદ,  ખેડાના ઢઠાલમાં માં ખેતર અમારુ છે ડાંગરનો પાક કેમ લો છો તેમ કહી યુવકને ધારીયાનો ઝટકો મારતાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને પિતા અને તેના બે પુત્રો ને પોલીસે પકડી લીધા છે.

મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ઢઠાલ ગામે રહેતા પ્રિતેશ ઉર્ફે રાજુ બાબુભાઈ મકવાણાની ગતરોજ હત્યા કરાઈ હતી. ગતરોજ સાડા અગિયાર વાગ્યાની આસપાસ તેઓ અને ગામના રજનીકાંત ડાહ્યાભાઈ પટેલ ગામની સીમમાં કાળી ભોયથી ઓળખાતી જમીનમાં ખેતરની અંદર હાર્ડવેસ્ટરથી ડાંગરનો પાક કઢાવતાં હતા.

આ સમયે ગામમાં રહેતા પ્રતાપ દેસાઈભાઈ પરમાર તેમનો પુત્ર દશરથ પરમાર અને જગદીશ પરમાર ઉપરોક્ત ખેતરમાં આવી આ ખેતર અમારુ છે તમે ડાંગરનો પા કેમ લો છો તેમ પ્રિતેશ ઉર્ફે રાજુને કહ્યું હતું જેથી વાત વણસતાં મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવેલા પરમાર પરિવારના લોકોએ અપશબ્દો બોલ્યા હતા. મામલો ગંભીર બનતાં બાજુના ખેતરમાં કામ કરી રહેલા પ્રિતેશ ઉર્ફે રાજુના પિતરાઇ ભાઇ દોડી આવ્યા હતા.

આ પહેલા ઉશ્કેરાયેલા પ્રતાપ પરમાર અને તેમના બે દિકરા દશરથ અને જગદીશે ભેગા મળીને પ્રિતેશ ઉર્ફે રાજુને પકડી અન્ય એકે ધારીયા વડે ગળાના ભાગે હુમલો કર્યો હતો. આથી પ્રિતેશ ઉર્ફે રાજુ વણકર (મકવાણા)નું ઘટના સ્થળે તરફડીયા મારી કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

આ સમયે વચ્ચે છોડાવવા તેમનો પિતરાઇ ભાઇ અને રજનીકાંત પટેલ પડતા તેઓને પણ લાકડીના ડંડા વડે માર માર્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના પિતરાઇ ભાઇ પ્રકાશ હીરાભાઈ મકવાણા (વણકર)એ ખેડા ટાઉન પોલીસે ફરિયાદ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે પ્રતાપ પરમાર અને તેમના બે દિકરાઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. પોલીસે આરોપીઓને પકડી લીધા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.