Western Times News

Gujarati News

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્મસી વીકનું  આયોજન

અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી અને બી આર આઇ, અડાલજ ખાતે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, અમદાવાદ દ્વારા પ્રાયોજિત  ફાર્મસી વીક નું  તારીખ 23-9-2019 થી  27-9-2019 દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે.  જેના ભાગરૂપે કોલેજ દ્વારા  તારીખ – 27-9-2019 ના રોજ ગાંધીનગર જિલ્લાના તારાપુર ગામે વુમન હેલ્થ કાઉન્સિલિંગનું  આયોજન કરવામાં આવેલ હતું. આ ઉજવણીની મુખ્ય  થીમ ” ગામડાની  સ્ત્રીઓની  પોતાના સ્વાથ્ય પ્રત્યેની જાગૃતિ” રાખવામાં આવી હતી,

આ કાર્યક્મમાં 83 વિધાર્થીનીઓ અને 3 શિક્ષકો, ડો.અદિતિ બારીયા , કાશ્મીરા દુધાત્રા અને રુચિ ખત્રીના માર્ગદર્શન હેઠળ તારાપુર ગામની સ્ત્રીઓને તેમના સ્વાથ્ય અને ઘરની સ્વ્ચ્છતા જાળવવા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત ગુજરાત સરકારની સામુહિક આરોગય કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવતી મફત સેવાઓની પણ જાણકારી આપી હતી, અને એ સેવાઓનો લાભ લઈ પોતાની તંદુરસ્તી  જાળવવાની વિનંતી કરી હતી. તારાપુર ગામની સ્ત્રીઓએ પણ ઉત્સાહપૂર્વક અને ભાવપૂર્વક વિધાર્થીઓની આપેલ માહિતીને આવકારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.