Western Times News

Gujarati News

દિલ્હીમાં શાળા બંધ, સરકારી કર્મચારી ઘરેથી કરશે કામ

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે મુક્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘણા મોટા ર્નિણય લીધા છે. તેમણે આજે એક બેઠક બાદ કહ્યુ કે, સોમવારથી દિલ્હીમાં તમામ સ્કૂલ એક સપ્તાહ માટે બંધ રહેશે. આ સિવાય દિલ્હીના સરકારી કર્મચારી વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરી શકશે.

તો દિલ્હીમાં ૧૪થી ૧૭ નવેમ્બર કન્સ્ટ્રક્શન કામ પણ બંધ રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાતમાં રાજધાની દિલ્હીમાં એક સપ્તાહ શાળાઓ બંધ.

સરકારી કર્મચારી એક સપ્તાહ ઘરેથી કામ કરશે.ખાનગી ઓફિસોને વર્કફ્રોમ હોમ કરાવવા માટે એડવાઇઝરી જાહેર કરાશે. ખાનગી ગાડીઓને બંધ કરવા વિચાર થશે. શહેરમાં સોમવારથી ત્રણ દિવસ બંધ રહેશે કન્સ્ટ્રક્શનની તમામ ગતિવિધિ.

દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને લઈને આજે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે ચેતવણી આપતા કહ્યુ કે, આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિને સુધારવા માટે ઇમરજન્સી પગલા બરવામાં આવે.

જાે જરૂરી ન હોય તો દિલ્હીમાં થોડા દિવસ માટે લૉકડાઉન લગાવવા પર પણ વિચાર કરવામાં આવે. કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે સંબંધિત રાજ્ય સાથે વાત કરી તત્કાલ પગલાં ભરવામાં આવશે. ત્યારબાદ કોર્ટે સુનાવણી સોમવાર સુધી ટાળી દીધી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.