Western Times News

Gujarati News

GCCI સાથે એમ.ડી. લુત્ફોર રહેમાન – Dy. બાંગ્લાદેશના હાઈ કમિશનર – મુંબઈ એ ઇન્ટરેક્ટિવ મીટિંગ કરી

​​GCCI સાથે શ્રી એમ.ડી. લુત્ફોર રહેમાન – Dy. બાંગ્લાદેશના હાઈ કમિશનર – મુંબઈ એ તા. 20-11-2021ના રોજ ઇન્ટરેક્ટિવ મીટિંગ કરી હતી અને પરસ્પર લાભ માટે વેપાર અને રોકાણ કેવી રીતે વધારી શકાય તેની ચર્ચા કરી હતી. પ્રમુખ શ્રી હેમંત શાહે તેમનું સ્વાગત કર્યું હતું.

હાઈ કમિશનર એ ઉલ્લેખ કર્યો કે, બાંગ્લાદેશ હવે ભારતમાંથી નિકાસ માટે ટોચના 5 દેશોમાં સામેલ છે. અમારી પાસે વિકાસ કરવાનો ઘણો અવકાશ છે. અને GCCI આ બાબતે યોગ્ય પગલાં લેવા માટે ખૂબ જ ખુશ થશે.

શ્રી એમ.ડી. લુત્ફોર રહેમાને કહ્યું કે, બાંગ્લાદેશ રાજદ્વારી સંબંધોના 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને તેમણે કોવીડ દરમિયાન રસીકરણ અને દવાઓના પુરવઠા માટે આપવામાં આવેલી મદદની પ્રશંસા કરી હતી. વેપારના સંદર્ભમાં અમે USD 10 બિલિયનની નજીક છીએ. ગુજરાત અને મહારાષ્ટ્ર વેપાર સંબંધોમાં અગ્રણી 2 ટોચના રાજ્યો છે.

શ્રી અનિલ જૈન, ચેરમેન, ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સએ, GCCI અને બાંગ્લાદેશ ચેમ્બર એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે વર્ષ 2019માં હસ્તાક્ષર કરાયેલા MOUનો ઉલ્લેખ કર્યો હતો.અને તેને રિન્યુ કરવાની જરૂર છે. અને અમે સ્પેસિફિક સેક્ટર જેમકે, ટેક્સટાઇલ, ફૂડ, હોર્ટિકલ્ચર ટ્રેડ ડેલિગેશન મોકલી શકીએ શકીએ છીએ. અને તેમણે અન્ય સૂચન કર્યું કે, BCI પણ તેમના હિતના ક્ષેત્રને પણ સૂચવી શકે. શ્રી અમિત પરીખે શેર કર્યું હતું કે, GCCI કૌશલ્ય વિકાસ અને સ્ટાર્ટ અપ માટે સહયોગ કરી શકે છે. બાંગ્લાદેશ એક યુવા દેશ છે .

શ્રી અપૂર્વ શાહએ ચર્ચા કરી કે, બેંક દ્વારા ચૂકવણી માટે તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, GCCI તેમના હાઈ કમિશનને પત્ર મોકલી શકે છે અથવા દિલ્હીથી આર્થિક અને વ્યાપારી અટેચીને આમંત્રિત કરી શકે છે જેઓ આ બાબતે મદદ કરી શકે છે.

શ્રી શિરીન પરીખે પરિવહનના મુદ્દા પર પ્રકાશ પાડ્યો અને કાર્ગોની ઝડપી મંજૂરી માટે બાંગ્લાદેશને રેલ્વે સ્ટેશન, યાર્ડ, વેરહાઉસ વગેરે બનાવવામાં મદદ કરવા માટે CONCORની ઈચ્છા દર્શાવી. GCCI યોગ્ય રીતે મામલો ઉઠાવી શકે છે. મિસ્ટર રહેમાને બાંગ્લાદેશમાં રોકાણ માટે ઢાકામાં BEZA નો સંપર્ક કરવાનું પણ સૂચન કર્યું હતું. CEPA પ્રક્રિયા હેઠળ છે અને આશા છે કે તે ટૂંક સમયમાં અમલમાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.