Western Times News

Gujarati News

અમદાવાદમાં એસ્ટ્રલ પાઈપની ઓફિસો પર ઈન્કમટેક્ષના દરોડા

31st July 2022 last day for Incometax filing

અમદાવાદ, અમદાવાદમાં ટોચની બે કંપની ઉંપર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી મંગળવારે વહેલી સવારથી જ  હાથ ધરી છે. અમદાવાદ – મુંબઇ સહિત ૪૦ થી વધુ સ્થળોએ ૧૫૦થી વધુ આયકર અધિકારીઓ તપાસ હાથ ધરી છે.

સવારે અમદાવાદમાં ૨૫ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યાં છે. આજે વહેલી સવારથી આ જ બે નામાંકિત ગ્રુપો પર અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે. કુલ ૪૦ જગ્યાઓ આઇટી વિભાગ ત્રાટકયું છે. Income Tax department raids-in Ahmedabad -action against Astral Pipes offices  and Ratnamani Metals

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ એસ્ટ્રોલ પાઇપની કોર્પોરેટ ઓફીસ પર આઇટી વિભાગે દરોડા પાડ્યા હતા. વહેલી સવારથી ઇન્કમટેક્સની ચાર ટિમ દ્વારા સર્ચ અને સર્વેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે કંપનીઓ સામે લાલ આંખ કરી છે અને બિનહિસાબી મિલકત તેમજ બિનહિસાબી વ્યવહારો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની મોટી કંપનીઓમાં આઇટી વિભાગના દરોડા પાડવામાં આવી રહ્યા છે.

એસ્ટ્રલ પાઇપની અલગ અલગ ઓફિસ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે અને બેનામી મિલકતોની માહિતી મેળવવા આઇટી વિભાગ મથામણ કરી રહી છે. જોકે મોટી મોટી કંપનીઓમાં આઇટી વિભાગના દરોડા પડવાને કારણે બીજી કંપનીઓમાં પણ ફફડાટ ફેલાયો છે

ગુજરાત બહાર ૧૫ જગ્યાઓ પર સર્વે અને સર્ચ ચાલી રહ્યું છે. ઇન્કમટેક્ષનાં ૧૫૦થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. બંને કંપનીઓ સાથે સંકળાયેલા મોટા માથાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.