Western Times News

Gujarati News

મોઢામાંથી આવતી દુર્ગંધ અંગે સાવચેત બની ઈલાજ કરાવો

આપણે સ્ત્રીઓના મોઢામાંથી વાસ કયાં કારણસર આવતી હોય છે તે વિશે વાત કરી હતી. ઘણી વાર એવું બનતું હોય છે કે સ્ત્રી પોતાના મોઢામાંથી વાસ આવે છે એ બાબતે અજાણ હોય છે, તો ઘણી સ્ત્રી બેદરકારક હોય છે. આ બંને વસ્તુ ખોટી છે. મોઢામાંથી વાસ આવવાનુ ંકારણ માત્ર અસ્વચ્છતા જ નથી,

એ સિવાય પણ ઘણાં કારણે વાસ આવતી હોય છે જાે તમારા મોઢામાંથી પણ વાસ આવતી હોય તો તેનું કારણ ચકાસી તેનું નિદાન તરત કરાવવું જરૂરી છે. જબરજસ્ત કબજિયાત રહેતી હોય તેવી બહેનોના મોંમાંથી મળ જેવી વાસ આવતી રહે છે. તેમણે પોતાનું પાચન બરાબર થાય એ માટે આરામ, દવા, ખોરાકનું આયોજન તાત્કાલિક કરી લેવું જાેઈએ.

મોંમાંથી વાસ આવવાનું કારણ તમને સાઈનસાઈટિસ એટલે કે સાઈનસમાં કોઈપણ પ્રકારનો ચેપ હોય અથવા ફેફસામાં કોઈપણ પ્રકારનો ચેપ હોય એ પણ હોય છે. તેના કારણે વિચિત્ર અને ન સમજાય એવી વાસ આવતી રહે છે. જાે એમ થાય તો પણ તાત્કાલીક તમારા ડોકટરને મળવું અને સાઈનસ તથા ફેફસાંનો ઈલાજ કરાવી લેવો, કારણ કે આ ચેપ ગંભીર પરિણામો લાવી શકે છે.

આમાંનું કોઈપણ કારણ હોય અને મોંમાંથી વા સઆવતી હોય તો ખાતરી રાખજાે બહેનો, કોઈપણ બાહ્ય ઈલાજ કરવાથી તાત્કાલિક કદાચ વાસ દબાઈ જાય. પરંતુ તે જતી રહેવાની નથી. ચ્યુઈંગ ગમ, મિન્ટ, બ્રિધસ્ટ્રિપ, બ્રિધ સ્પ્રે, માઉથવોશ વગેરેનો ઉપયોગ કરવાથી મોંમાંથી આવતી વાસ દબાઈ શકે, પરંતુ દૂર થવાની નથી. એ માટે તમારે ડોકટરને મળીને તેનાં મૂળ કારણનું નિદાન કરાવવું પડશે અને એ રોગનો ઈલાજ કરીને રોગ મટાડવો પડશે.

ઘણી વખત કોઈ ગંભીર કારણ વગર પણ કામચલાઉ ધોરણે મોંમાંથી વાસ આવતી હોય છે. જાે એવું થાય તો કેટલાક ઘરગથ્થુ કીમિયા અજમાવી લેવાથી મોંની વાસ દુર થઈ જશે. ગ્રીન ટીમાં એન્ટિ બેકટેરિયલ ગુણ હોય છે. એટલે ગ્રીન ટી પીવાથી મોંમાંથી આવતી કામચલાઉ વાસ દુર થઈ જશે.

જાે તમને પાણી સાવ નહીં જેવું પીવાની ટેવ હોય તો તમારા મોંમાંથી જરૂર વાસ આવશે. એટલે દર વીસ-પચ્ચીસ મિનિટે બે-ચાર ઘૂંટડા પાણી વડે કોગળા કરશો તો પણ મોંમાંથી આવતી કામચલાઉ વાસ દૂર થઈ જશે. ફુદીનો ગજબનું કામ કરે છે. ફુદીનાના પાન છાંયામાં સૂકવી દો અને એક ડબ્બામાં ભરી રાખો.

જયારે મોંમાંથી વાસ આવવાની કામચલાઉ સમસ્યા થાય ત્યારે ફુદીનાનાં પાન મોંમાં રાખીને ધીમે ધીમે ચાવતા રહો. ઘણી બહેનો પેઢાની બરાબર માલીશ ન કરતી હોય તો પણ પેઢા નબળા પડવાથી વાસ આવે છે. એમ હોય તો સરસિયામાં એક ચપટી મીઠું નાંખીને એ તેલ વડે પેઢાની બરાબર માલીશ કરો. વાસ આવતી બંધ થઈ જશે. એ સિવાય એલચી, વરિયાળી, લવિંગ, મુલેઠી વગેરે મોંમાં રાખી ધીમેધીમે ચાવવાથી પણ મોંની વાસ જતી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.