Western Times News

Gujarati News

સાણંદમાં પત્નીનું માથું ઘડથી અલગ કરી થઇ ઘાતકી હત્યા

અમદાવાદ, સાણંદ વિસ્તારમાં પતિએ પત્નીની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. સાણંદમાં ચાર દિવસ પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવેલા પતિએ પત્નીનીની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ધડથી માથું અલગ કરી ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયો છે. મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે જઇ ઘરે તપાસ કરી હતી. નોંધનીય છે કે, કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને હંસાબેનના લગ્ન અંદાજે ૧૨-૭-૨૦૨૧ના રોજ થયા હતા.

તેઓ આ પહેલા સાણંદના કપૂર વાસ ખાતે રહેતા હતા. મકાનમાં દુર્ગંધ મારતા પાડોસીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ ઘરનું લોક તોડ્યું હતુ. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારે પોલીસે ભાડાના ઘરમાં તોડુ તોળતા અંદર જાેયુ તો, પથારી પર પત્ની હંસાબેનનું ધડથી માથું અલગ કરી ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવી હતી.

આ અંગે પોલીસે પતિનો સંપર્ક કર્યો હતો પરંતુ મોબાઈલ બંધ કરી નાસી જતા પોલીસની શંકાઓ પ્રબળ બની હતી. મૃતકના ભાઈએ સાણંદ પોલીસમાં પતિ હિતેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી પ્રમાણે, પતિ કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને તેની પત્ની હંસાબેન વચ્ચે ઘર કંકાસમાં હત્યા થઇ હોવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.

પતિ ઝડપાય ત્યાર બાદ હત્યાનું મુખ્ય કારણ સામે આવે તેમ માનવામાં આવી રહ્યુ છે. હંસાબેન મૂળ રાપર કચ્છ અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે. આ બંનેના લગ્ન ચાર માસ પહેલા જ થયા હતા.

હિતેશને સાણંદ ખાનગી કંપનીમાં નોકરી હોવાના કારણે દંપતી સાણંદમાં સ્થાયી થયા હતા. સાણંદના પી.આઈ આર.જી ખાંટે આ અંગે મીડિયામાં સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પતિ સાણંદની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

હત્યા બાદ પતિ મોબાઈલ ફોન બંધ કરી ફરાર થયો છે જેને ઝડપી લેવા સાણંદ પોલીસની અલગ અલગ ૩ ટીમો બનાવી છે. સાથે ટેકનીકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.