Western Times News

Gujarati News

કથિત ગેંગરેપ બાદ યુવતીએ આપઘાત કર્યો હોવાની શંકા

વડોદરા, વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં બે શખસો દ્વારા કથિત ગેંગરેપ કરાયા બાદ પીડિતા દ્વારા ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં આપઘાત કરી લેવાના કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. અત્યારસુધી આ કેસમાં આરોપીઓ સુધી પહોંચી શકાય તેવા નક્કર પુરાવા શોધવામાં નિષ્ફળ રહેલી પોલીસને પીડિતાની સાઈકલ મળી આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ સાઈકલ વડોદરામાંથી જ મળી આવી છે. એટલું જ નહીં, આ કેસમાં પોલીસે એક પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીના ચોકીદારની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચકચારી કેસની તપાસ કરવા માટ ડીજીપી દ્વારા સીઆઈડી ક્રાઈમના આઈજી સુભાષ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ ટીમ બનાવવામાં આવી છે.

વડોદરા રેલવે એલસીબીની ટીમને યુવતીની સાઈકલ શોધવામાં સફળતા મળી હતી. પોલીસનું માનવું છે કે, યુવતી સાઈકલ લઈને લક્ષ્મીનગર સોાસયટી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બે શખસોએ તેને રિક્ષા વડે ટક્કર મારીને પાડી દીધી હતી. ત્યારબાદ આ જ શખસોએ યુવતીને વેક્સિન ગ્રાઉન્ડ પર લઈ જઈને તેના પર ગેંગરેપ ગુજાર્યો હતો.

કેસની તપાસ કરી રહેલી પોલીસને ઈનપુટ મળ્યા હતા કે એક સાઈકલને વોચમેન લઈ ગયો હતો. વળી, આ જ વોચમેન અંગે પોલીસે તપાસ શરુ કરતા તે ક્યાંય મળી નહોતો આવ્યો. આખરે બુધવારે ગાર્ડનો પત્તો લાગતા તેની પાસેથી જ પોલીસને સાઈકલ મળી હતી.

મહેશ રાઠવા નામના ગાર્ડે એક બંગલામાં સાઈકલ સંતાડી તેના પર પાંદડા નાખી દીધા હતા. વળી, મહેશના ઘરેથી પોલીસને સાઈકલનું ટાયર પણ મળી આવ્યું હતું. હાલ મહેશ રાઠવાની પૂછપરછ ચાલુ છે.

બીજી તરફ, યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેના સંચાલકોનું કહેવું છે કે, તે દિવસે તેનો ફોન આવ્યો હતો જેમાં તેણે એવું જણાવ્યું હતું કે તેની સાઈકલને કોઈએ ટક્કર મારીને પાડી દીધી છે, અને તેને વાગ્યું છે. જાેકે, છોકરીએ એક અંકલ મદદ કરી રહ્યા છે અને તેમની મદદથી ઓફિસ પહોંચું છું તેવું ફોન પર જણાવ્યું હોવાનો પણ સંચાલકોનો દાવો છે.

સંસ્થાના સંચાલકોના દાવાઅનુસાર, તે દિવસે રાત્રે પીડિતા સંસ્થા દ્વારા પૂરા પાડવામાં આવેલા એકોમોડેશનને બદલે સાથે કામ કરતી એક અન્ય યુવતીના ઘરે ગઈ હતી. જ્યાંથી પછી તે ટ્રેનમાં બેસીને પોતાના ઘરે નવસારી જવા માટે નીકળી ગઈ હતી. તેણે મદદ માટે મેસેજ કર્યા તે વખતે સંચાલકો જમ્મુ-કાશ્મીરમાં હતા, અને મોડી રાત્રે મેસેજ કરાયેલા હોવાથી કોઈ મેસેજ જાેઈને રિપ્લાય નહોતું આપી શક્યું.

ઉલ્લેખનીય છે કે, આ જ મેસેજમાં યુવતીએ પોતાને મારી નંખાશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. આ મેસેજનો સ્ક્રીનશોટ પણ ખાસ્સો વાયરલ થયો હતો. ૧૮ વર્ષની પીડિતા મૂળ નવસારીની રહેવાસી છે. તે વડોદરાની ઓઆસિસ સંસ્થામાં કામ કરતી હતી. છોકરીની લાશ ૦૪ નવેમ્બરના રોજ વલસાડમાં એક ટ્રેનમાંથી મળી આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને છોકરીની એક ડાયરી મળી આવી હતી, જેમાં તેણે એવું લખ્યું હતું કે તેના પર રિક્ષાચાલક અને તેના કોઈ સાથી દ્વારા વેક્સિન ગ્રાઉન્ડ પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પોલીસ ત્યારથી આ રિક્ષાચાલકને શોધવા માટે આકાશપાતાળ એક કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમાં તેને સફળતા નથી મળી. છેલ્લા ૨૧ દિવસમાં પોલીસ ૨૫ અલગ-અલગ ટીમ બનાવીને ડઝનબંધ રિક્ષાચાલકોની પૂછપરછ કરવા ઉપરાંત ઘણા વિસ્તારોના સીસીટીવી ફેંદી ચૂકી છે.

છોકરી પર ક્યાં રેપ કરવામાં આવ્યો હશે તે સ્થળ વિશે અંદાજ લગાવીને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. પીડિતા જ્યાં કામ કરતી હતી તે સંસ્થાના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. વલસાડ રેલવે પોલીસની એફઆઈઆર અનુસાર, છોકરીની ડાયરીના એક કર્મચારીએ ફોટા પાડ્યા હતા અને તેને ટ્રસ્ટીઓને મોકલી દીધા હતા. ત્યારબાદ આ ફોટા ડિલીટ કરી દેવાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.