Western Times News

Gujarati News

૨૦ વર્ષની છોકરીને ૭૭ વર્ષના વૃદ્ધ સાથે પ્રેમ થયો

મ્યાનમાર, પ્રેમમાં ના ઉંમર જાેવાય છે અને ના કોઈ જાતિનું બંધન હોય છે. જ્યારે કોઈને પ્રેમ થઈ જાય છે તો તે પ્રેમમાં આંધળો થઈ જાય છે. આવા જ એક પ્રેમની અનોખી કહાની છે મ્યાનમારની રહેવાસી એક ૨૦ વર્ષની છોકરી અને ૭૭ વર્ષના એક વૃદ્ધની.

૨૦ વર્ષની આ છોકરીને ૭૭ વર્ષના વૃદ્ધ સાથે એવો પ્રેમ થયો કે હવે બંનેને એકબીજા સિવાય બીજું કંઈ ગમતું નથી. ધ સન વેબસાઈટના સમાચાર અનુસાર, ૨૦ વર્ષની જાે મ્યાનમારમાં રહે છે. તે એક સ્ટૂડન્ટ છે. ત્યારે તેનો ૭૭ વર્ષનો પ્રેમી ડેવિડ ઇંગ્લેન્ડમાં રહે છે, જે એક મ્યૂઝિક પ્રોડ્યૂસર છે.

ડેવિડને કોઈ સંતાન નથી. બંને છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. બંને વચ્ચે ઘણું લાંબું અંતર છે પરંતુ તેમ છતાં તેઓ રિલેશનશિપમાં છે. બંને વચ્ચે ૫૭ વર્ષનું ઉંમરનું અંતર પણ તેમના પ્રેમને ઘટાડી શકતું નથી.

જાે અને ડેવિડ એક ડેટિંગ સાઈટ દ્વારા મળ્યા હતા. ૧૮ મહિના પહેલા જાે એક મેન્ટરની શોધ કરી રહી હતી. તે એવો મેન્ટર ઇચ્છતી હતી, જે તેના અભ્યાસમાં તેને આર્થિક રીતે મદદ કરે અને ઇમોશનલ સાથ પણ આપે.

બીજી તરફ રોમેન્ટિક મૂડનો ડેવિડ ક્યારેક ફ્લર્ટિંગ કરવા માટે આ ડેટિંગ સાઈટ પર આવતો હતો. ડેવિડનું કહેવું છે કે, તે ત્યારે પણ તેની જાતને વૃદ્ધ નથી સમજતો અને પોતાને હમેશાં જવાન જ સમજે છે.

ડેવિડે જણાવ્યું કે, તે તેનાથી ૫૦ વર્ષની નાની છોકરી સાથે સંબંધ રાખવા ઇચ્છતો હતો. ડેટિંગ સાઈટ પર તેને જાે મળી, જાેએ તેના ડિસ્ક્રિપ્શનમાં યૂકેમાં અભ્યાસ કરતી સ્ટૂડન્ટનો ઉલ્લેખ કર્યો હતો. જાે કે, તે મ્યાનમારમાં રહે છે. ડેવિડ મજાકમાં કહે છે કે તે જાેએ બ્રિટનમાં તેનો પાર્ટનર શોધવા માટે ખોટું બોલી. ડેવિડ કહે છે કે તે એકબીજાને પ્રેમી-પ્રેમીકા કહેવાનું ટાળે છે.

ડેવિડ અને જાે એકબીજાના સારા મિત્ર અને જીવનસાથી માને છે. ડેવિડે જણાવ્યું કે તે બંને મ્યાનમારના અંદરની સ્થિતિ અને કોવિડના કારણે અત્યારે એકબીજાથી દુર છે. બંને પહેલા ઘણી એડલ્ટ વાતો કરતા હતા.

જાે કે, હવે ધીરે ધીરે તેઓ ઇમોશનલી પણ એકબીજા સાથે જાેડાઈ ગયા છે. ડેવિડ કહે છે કે તેને આ વાતની ખુશી છે કે તે જાેના મેન્ટરની સાથે સાથે લાઈફ પાર્ટનર પણ બનવાનો છે. તે ટૂંક સમયમાં લગ્ન કરશે. જ્યારે જાેનો પાસપોર્ટ બની જશે અને તેને મળવા બ્રિટન આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.