Western Times News

Gujarati News

સરકારી નોકરીની લાલચ આપી યુવાનોને છેતરતા નવા જમાનાના ઠગ

અમદાવાદ, સરકારી નોકરી, ન્યૂઝ પેપરમાં સીધી સરકારી ભરતીની જાહેરાત અથવા અન્ય સેક્ટરમાં નોકરી આપવાની લાલચ આપીને મોટી મોટી ઓળખાણ આપીને તમારી સાથે લાખો રૂપિયા લઇને ફરાર થઇ જતી ઠગ ટોળકી સક્રિય થઇ છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો નરોડા વિસ્તારમાં બન્યો છે.

નરોડા વિસ્તારના યુવક પાસેથી સરકારી નોકરી અપાવવાને બહાને ૮.૨૦ લાખ રૂપિયા ગટિયાએ પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગઠિયાએ સરકારમાં સારી ઓળખાણ છે કહી સરકારી નોકરી અપાવી દઇશું એમ કહી વિશ્વાસ આપીને ઠગાઇ કરી હતી.

નરોડામાં આવેલ મહેશ્વરી પાર્ક સોસાયટીમાં રહેતા વિરલ કડિયાએ નરોડા પોલીસ સ્ટેશનમાં આશિષ ઠક્કર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. વિરલ છેલ્લા ઘણા સમયથી બીજી નોકરીની શોધમાં હતો. ઓગસ્ટ-૨૦૨૦ના રોજ વિરલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે વિરલને પોતાનું નામ આશિષ ઠક્કર જણાવ્યુ હતું.

વિરલને સરકારી નોકરીની અલગ અલગ લાલચ આપી રકમ માગી હતી. વિરલે ૮.૨૦ લાખ રૂપિયા આશિષને આપ્યા હતા પરંતુ સરકારી નોકરી કે કોલ લેટર ન મળતા પૈસા આપવાનું તેણે બંધ કર્યું હતું. આશિષે નોકરીનો સરખો જવાબ ન આપતા અને તેણે મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેતાં અંતે વિરલે નરોડામાં ફરિયાદ નોંધાવી હતી.

વેબસાઇટમાં નોકરીની જાહેરાત જાેઇને ફોન કરતા એક લાખ ગુમાવ્યા ઃ મેઘાણીનગર વિસ્તારમાં ગઇકાલે એક યુવકને ગઠિયાએ વેબસાઇટમાં આપેલી નોકરીની જાહેરાત જાેઇને આપેલા નંબર ઃ પર ફોન કરતાં એક લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ગઠિયાએ તમારી નોકરીનો કોલ લેટર બની ગયો છે. પરંતુ તમારે અમુક ફી બાકી છે તે પહેલા ભરી દો આમ કહીને ઠગાઇ કરી હતી.

સચિવાલયમાં નોકરીના બહાને ત્રણ લાખની ઠગાઇ ઃ કૃષ્ણનગર વિસ્તારની મહિલા વકીલ પાસેથી સચિવાલયમાં નોકરી અપાવવાને બહાને ત્રણ લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવી લીધા હતા. ઠગ ટોળકીએ અમારી રાજકીય વગ તેમજ સારી ઓળખાણ છે એમ કહી મહિલા વકીલ સાથે વિશ્વાસ આપી કોલ લેટર આવી ગયો છે તેમ કહી છેતરપિંડી આચરી હતી.

ઊંચી ઓળખાણ છે કહી ૩.૯૫ લાખની છેતરપિંડી ઃ વસ્ત્રાલમાં રહેતા યુવકને ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી ઠગ ટોળકીએ ૩.૯૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ગઠિાએ રિક્ષાચાલકને ગાંધીનગરમાં અમારી ઊંચી ઓળખાણ છે, તને તલાટી કે ક્લાર્કની નોકરી અપાવી દઇશું કહી વિશ્વાસ આપીને ઠગાઇ કરી હતી.

સરકારી નોકરી માટે સરકાર રૂપિયાની માગણી કરી હતી ઃ લેભાગુ તત્ત્વથી સતર્ક રહેવા તંત્ર દ્વારા અવારનવાર અનુરોધ કરવામાં આવે છે. હાલમાં સરકારી નોકરીની લાલચ આપી અનેક સંસ્થાઓ પોતાની એજન્સી મારફતે માગણી કરી લોકોની સાથે ઠગાઇ કરે છે.

સરકાર કોઇ પણ નોકરી માટે કોઇ રકમની માગણી કરતી નથી. આવી નોકરી માટે કોઇપણ સંસ્થા કે ઠગ ટોળકી લાલચ આપે તો તેમનાથી સાવધ રહો, આવી કોઇ પણ માગણી કરે તો પોલીસનો સંપર્ક કરો અને લેબાગુ તત્ત્વથી દૂર રહો અને જરૂર પડે ત્યારે તંત્રનું ધ્યાન દોરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.