Western Times News

Gujarati News

સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં આંબેડકર મહાનિર્વાણ દિનની ઉજવણી કરાઈ

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં આઈ.ક્યુ.એ.સી. અંતર્ગત કૉલેજનાં આચાર્યશ્રી ડૉ.પ્રભાત કાસરા અને આઈ.ક્યુ.એ.સી.નાં કૉ-ઓર્ડીનેટર પ્રો. ડૉ.તેજસ અમીનનાં માર્ગદર્શન હેઠળ ભારતીય બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનાં મહાનિર્વાણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેના ભાગરૂપે ડૉ. આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરીને યાદ કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં વક્તા પ્રો. ગોરધન રોહિતે સમાજમાં એકસરખી સામાજિક વિચારધારા જળવાઈ રહે અને ઊંચ – નીચનાં ભેદભાવ દૂર થાય તે હેતુથી સમરસતા એટલે શું ? આધુનિક યુગમાં સમરસતાની શું જરૂર છે? અને સરકાર દ્વારા સમાજ સમરસ બને તે માટે કેવાં – કેવાં કાર્યો થઈ રહ્યાં છે તે અંગે વક્તવ્ય આપ્યું હતું,

જ્યારે તાલીમાર્થી મેહુલ રાઠવાએ ડૉ. આંબેડકરજીનો પરિચય આપતાં તેમનાં ભારત દેશ માટેનાં કાર્યોને યાદ કર્યા હતા. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એ.બી.વી.પી.નાં કાર્યકર્તા હેતભાઈ પટેલ, શિવભાઈ પટેલ અને સૃષ્ટિ ગોડે પણ વિદ્યાર્થીઓ દ્વારા કેવાં સામાજિક કાર્યો કરવામાં આવે છે? અને કેવી રીતે વિદ્યાર્થીઓ સમાજને મદદરૂપ થઈને આંબેડકરજીનાં સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરી શકે છે? તેની માહિતી આપી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી દીપિકા વાઘેલાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનાં સુંદર આયોજન બદલ કેમ્પસનાં ચેરમેનશ્રી ગીરીશ પટેલ, સેક્રેટરીશ્રી શીતલ પટેલ, તમામ ટ્રસ્ટીગણ – જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ તેમજ આચાર્યશ્રી ડૉ. પ્રભાત કાસરાએ સૌ અધ્યાપકગણ અને તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.