Western Times News

Gujarati News

AMTSમાં શરૂ કરાશે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ

પ્રતિકાત્મક

અમદાવાદ, હવે AMTSમાં પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. મુસાફરી કરનારા લોકો મોબાઈલ યુપીઆઈ એપ્લિકેશનની મદદથી ટિકિટ ખરીદી શકશે. મળેલી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારની ડિજિટલ ઈન્ડિયાની ઝુંબેશને સફળ બનાવવાના ભાગરૂપે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ સિવાય કોરોના મહામારીમા નાણાંની લેવડ-દેવડ થકી સંક્રમણ ફેલાવાના ભયને ટાળવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે.

મોટા શો-રૂમથી લઈને મોલ, મલ્ટિપ્લેક્સ, કરિયાણાની દુકાન અને લારી-ગલ્લાવાળા સુધી તમામને ત્યાં યુપીઆઈ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. લોકો પણ હવે રોકડ આપવા કરતાં ઓનલાઈન પૈસા ચૂકવતા થઈ ગયા છે.

ખાસ કરીને યુવાવર્ગ વધારે આ રીતે પેમેન્ટ કરે છે. અમદાવાદ મહાનગરપાલિકાએ અનેક વિભાગમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અમલી બનાવી દીધી છે.

બીઆરટીએસમાં પણ હાલમાં Paytm મોબાઈલ એપ્લિકેશન થકી ટિકિટ ખરીદવાની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. એએમસીના ડેપ્યુટી કમિશનર અને એએમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજરે મોબાઈલ એપથી ટિકિટ ખરીદવા Paytm એપ્લિકેશનનો ઉપયોગ કરવા એક ખાસ દરખાસ્ત તૈયાર કરી છે. જેમાં Paytm સાથે કરાર કરાશે અને ત્યારબાદ એપ દ્વારા એએમટીએસનો ક્યૂઆર કોડ જનરેટ કરવામાં આવશે.

જે મુસાફરોના મોબાઈલ ફોનમાં Paytm એપ્લિકેશ હશે તેઓ સિટી બસના ઓપ્શન જાેશે ત્યારે તેમને એએમટીએસનો ઓપ્શન જાેવા મળશે. તેના પર ક્લિક કરતાં મુસાફરને કયા રૂટની બસમાં ક્યાં સુધી જવું છે તે પણ પૂછશે. બાદમાં ટિકિટ ખરીદવાની રહેશે. આ ડિજિટલ ટિકિટ અમુક કલાક સુધી જ મોબાઈલમાં દેખાશે.

એએમટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુપીઆઈ એપ્લિકેશનની સુવિધા પૂરી પાડવા બદલ જે-તે કંપની અમુક ટકા ચાર્જ વસૂલતી હોય છે. જે ચાર્જ એએમટીએસ પાસેથી એક વર્ષ સુધી વસૂલવામાં નહીં આવે. એટલે કે તે વિનામૂલ્યે હશે. એક વર્ષ સુધી આ સિસ્ટમ કે એપ્લિકેશનનો પૂરતો પ્રચાર કરવાાં આવશે નહીં. એટલે કે મુસાફરો તેનો ઉપયોગ નહીં કરે તો વધુ એક વર્ષ ચાર્જ લીધા વગર સિસ્ટમ ચાલુ રાખવામાં આવશે.

Paytm દ્વારા એએમટીએસનો ક્યૂઆર કોડ જનરેટ કરવામાં આવશે અને મુસાફરો જ્યારે ટિકિટ ખરીદશે જ્યારે નાણાં સૌથી પહેલા Paytmમાં જમા થશે, જે રાતે ૧૨ વાગ્ય એએમટીએસના અકાઉન્ટમાં જમા થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.