Western Times News

Gujarati News

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજયપાલએ કૃષિ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

આણંદ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સીટીના સ્પોર્ટસ મેદાનમાં યોજવામાં આવેલ એગ્રો એન્ડ ફુડ પ્રોસેસિંગ, ફ્લેકસી બાયોગેસ કૃષિ ક્રોન ટેક્નોલોજીના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું.

રાજ્યપાલશ્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શનનું નિરીક્ષણ કરી અદ્યતન ટેક્નોલોજીની જાણકારી મેળવી હતી. આ પ્રદર્શનમાં અદ્યતન કૃષિ અંગેની જાણકારી આપતા વિવિધ પ્રકારના ૩૦૦ થી વધુ પ્રદર્શન સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે.

જેમાં ખાસ કરીને પ્રાકૃતિક, જૈવિક ખેતી, ડેરી પશુપાલન, મત્સ્ય પાલન, તેમજ કૃષિ વિષયક વિવિધ આધુનિક યંત્ર સામગ્રી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલો પ્રદર્શીત કરવામાં આવ્યા છે. ગોબર ગેસ પ્લાન્ટનું પ્રદર્શનમાં નિદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનને ખેડૂતોએ પણ નિહાળી કૃષિ વિષયક અદ્યતન ટેકનોલોજીની જાણકારી મેળવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.