Western Times News

Gujarati News

ગ્રીન LIB ટોકન્સને ભારતની પ્રથમ ગિગાફેક્ટરી નિર્માણ કરવા માટે અવ્વલ ઈવી, બેટરી ટેકનોલોજી ક્ષેત્રનાં રોકાણો દ્વારા પીઠબળ અપાશે

ગવર્નન્સ અને રિવોર્ડ ક્રિપ્ટો ટોકન લિબકોઈન (એલઆઈબી) લોન્ચ કરવા માટે અનુભવી વેપારી વ્યાવસાયિકોનું સમૂહ એકત્ર આવ્યું છે.

લિબકોઈનની પહેલ ઉત્તમ હરિત ટેકનોલોજીઓ થકી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ભારે ઉત્સુકતા સાથએ ડિજિટલ ઈકોનોમી થકી જન્મેલા ફાઈનાન્શિયલ એન્જિનિયરિંગને જોડે છે. LIBCOIN TO LAUNCH ETHEREUM-BASED GREEN TOKENS Green LIB tokens to be backed by leading EV, battery technology sector investments, to build India’s first Gigafactory.

ગ્રીન એલઆઈબી ટોકન્સ ઈથેરિયમ બ્લોકચેઈન ટેકનોલોજી થકી એક્સેસ કરી શકાશે, જે 2022માં ઈથેરિયમ 2.0માં પરિવર્તિત થવાની અપેક્ષા છે. ઈનિશિયલ એક્સચેન્જ ઓફરિંગ (આઈઈઓ)માં ડઝનભર ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જીસ અને લોન્ચ પેડ્સ થકી રોકાણકારોને પુરવઠો કરાનાર કુલ ટોકનના 15 ટકાનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં ઈથેરિયમ પર ઈનિશિયલ ડેક્સ ઓફરિંગ (આઈડીઓ) ઉમેરવાની પણ યોજના છે.

એલઆઈબી ટોકન્સમાં રોકાણ ભારતની પ્રથમ લિથિયમ- આયોન મેન્યુફેક્ચરિંગ ગિગાફેક્ટરીની સ્થાપનાને ટેકો આપશે. ભારતે 2030 સુધી તેના રસ્તાઓ પર ઈલેક્ટ્રિક વાહનોની વધુ ટકાવારી નોંધાવવાનું આક્રમક લક્ષ્ય રાખ્યું છે અને એલઆઈબી- ફંડેડ ગિગાફેક્ટરી અને ઈવી પ્લાન્ટ નિર્માણ કરવાની યોજના છે,

જે ઓસ્ટ્રેલિયા સ્થિત આવાસ ગ્રુપ દ્વારા નિર્માણાધીન છે. આવાસ સ્વચ્છ અને નવીનીકરણક્ષમ ઊર્જા પ્રકલ્પો અને પહેલોનાં કારમાં આગળ વધવાના વિશેષ હિત સાથે ઘણાં બધાં ઉદ્યોગ ક્ષેત્રોમાં સક્રિય વ્યાપક આધારિત આંતરરાષ્ટ્રીય વેપાર સમૂહ દુગ્ગલ પરિવારની સબસિડિયરી છે. આવાસ ટુરિંગ બસ એક ચાર્જમાં 1000થી વધુ કિમી ઈલેક્ટ્રિક બસના પ્રવાસ માટે ગિનેસ વિક્રમવિક્રમ ધરાવે છે અને આવાસ વર્લ્ડ મેન્યુફેક્ચરર આઈડી (ડબ્લ્યુએમઆઈ)  પ્રાપ્ત કરનાર અને ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ રિજનલ સર્વિસીસ (ડીઓટીએઆરએસ)માં નોંધાયેલી છે.

લિબકોઈન પ્રા. લિ. સિંગાપોરમાં નોંધણીકૃત છે, જ્યાં ડીએફટી તેની મોટા ભાગની પ્રવૃત્તિઓ સેન્ટ્રલાઈઝ કરે છે. તે પોતાના લોન્ચ પોઈન્ટ તરીકે ભારતને પસંદ કરે છે, જેથી દુનિયાના વાહનોનાં વેચાણમાં અને ઈવી ક્ષેત્રની વૃદ્ધિ માટે પરિપક્વ બજાર તરીકે દેશનું પાંચમું સ્થળ છે. ભારત ઉપરાંત લિબકોઈન ઈન્ડોનેશિયામાં પણ લોન્ચ કરાયા છે, જ્યાંની સરકારે ડીએફટીના વિચારો અને લિબકોઈનનીયોજના માટે આવા જ રસ દાખવ્યો છે.

એલઆઈબી ટોકન્સનો નાનો પુરવઠો વ્યૂહાત્મક રોકાણકારોને ડિસ્કાઉન્ટમાં વેચાશે, જે લાંબા ગાળાના રોકાણકારોના વેસ્ટિંગ શિડ્યુલ્સના પ્રમાણસર રહેશે. ચોખ્ખા નફામાંથી પચ્ચીસ ટકા વાર્ષિક ટોકન બર્નમાં ડાઈવર્ટ કરાશે, જેની ટોચની ટિયરની ઓડિટિંગ કંપની દ્વારા દેખરેખ રખાશે. વહેલા રોકાણકારો લિબકોઈનની વૃદ્ધિમાં સીધો હિસ્સો ધરાવશે.

આ લોન્ચ પર બોલતાં લિબકોઈનના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ જ્યોર્જ એચ. ગ્રેગરે જણાવ્યું હતું કે લિબકોઈન યોગ્ય સમયે યોગ્ય સ્થળે આવી છે. ભારત તે સ્થળ છે અને અમારી મેનેજરો, ઓપરેટરો અને ફાઈનાન્શિયલ એન્જિનિયરોની પ્રતિભાશાળી અખંડ ટીમ દેશનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં સુધારણા લાવવા સ્વચ્છ અને નવીનીકરણક્ષમ ઊર્જા પર વધુ ધ્યાન આપે છે.

અમે માનીએ છીએ કે લિબકોઈન તેનાધારકોને નાણાકીય તક અને બેટરી ટેકનોલોજી ઉદ્યોગ, આધુનિક સ્ટોરેજ બેટરીઝ, બધા પ્રકારના ઈલેક્ટ્રિક વાહનો અને ચાર્જિંગ સ્ટેશન્સને સન્મુખતા પ્રદાન કરનારી પ્રથમ ક્રિપ્ટે અસ્કયામત છે. હા, તેમનો સમય હવે આવી ગયો છે અને અહીં લિબકોઈ થકી અમે ગવર્નન્સ પેબેક ટોકન મોડેલનાં નાણાકીય માધ્યમ સાથે ઈવી ઉત્કૃષ્ટતાની ટિવન ટેકનોલોજીને અમે એકત્રિતકરી રહ્યા છીએ. આ બધું જ નાગરિકો અને રોકાણકારોના લાભમાં નવીનીકરણક્ષમ ઊર્જા ક્ષેત્ર માટે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.