Western Times News

Gujarati News

આગામી ૪ વર્ષમાં સરકાર અનેક જાહેર સંપત્તિઓ વેચી દેશે

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ૪ વર્ષમાં કઇ કઇ સંપત્તિ વેચવામાં આવશે તેની ઓળખ કરી લેવામાં આવી છે. તાજેતરમાં લાવવામાં આવેલી નેશનલ મોનેટાઇઝેશન પોલીસી હેઠળ એનટીપીસી, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિત અનેક સરકારી કંપનીઓની સંપત્તિનું વેચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે લોકસભામાં એક લેખિત જવાબમાં આ વાત જણાવી હતી. જે જાહેર ક્ષેત્રની કંપનીઓના ઇન્ફ્રાસ્ટ્રકચર એસ્સેટની મોનેટાઇઝેશનની ઓળખ કરવામાં આવી છે, તેમાં NHAI, AAI, PGCIL, NTPC, NHPC, NLC INDIA, FCI, GAIL, IOCL, HPCL, BSNL, MTNL અને BBNL સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે નવી ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણની ગતિને વેગ આપવા અને ઇન્ફ્રાસ્ટ્રકચરની કામગીરીને સરળ બનાવવા માટે અત્યાર સુધીના ઇન્ફ્રાસ્ટ્રકચરના મૂલ્યને અનલોક કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

નણાં મંત્રી ર્નિમલા સીતારમણે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનને ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરી હતી. જેના હેઠળ વર્ષ ૨૦૨૨થી વર્ષ ૨૦૨૫ સુધી ૬ લાખ કરોડ રૂપિયાની જાહેર સંપત્તિ વેચવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. જેમાં રોડ, ટ્રાન્સ્પોર્ટેશન અને હાઇવે, રેલવે, વિજળી, પાઇપલાઇન અને નેચરલ ગેસ, સિવિલ એવિએશન, શિપિંગ પોર્ટસ અને વોટરવેઝ, ટેલિકોમ્યૂનેકેશન, ખાદ્ય અને જાહેર વિતરણ, માઇનીંગ, કોલ અને હાઉસીંગ અને અને શહેરી બાબતોના મંત્રાલયો સાથે જાેડાયેલી સંપત્તિ સામેલ છે.

નાણા મંત્રી સીતારમણે ત્યારે કહ્યુ હતું કે સરકાર એવી જ સંપત્તિઓનું વેચાણ કરશે જેનો ઓછો ઉપયોગ હોય. નાણા મંત્રીએ કહ્યું હતું કે તેનો હક સરકાર પાસે જ રહેશે અને ખાનગી ક્ષેત્રના ભાગીદારોને નિર્ધારિત સમય પછી ફરજિયાતપણે પરત કરવાની રહેશે. તેમણે કહ્યુ હતુ કે અમે કોઇ જમીન વેચી નથી રહ્યા.નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનમાં બ્રાઉન ફિલ્ડ એસ્સેટની વાત કરવામાં આવી છે. જેને યોગ્ય રીતે મોનેટાઇઝ કરવાની જરૂરત છે.

ખાનગી ભાગીદારીથી અમે આવી સંપત્તિઓને યોગ્ય રીતે મોનિટાઇઝ કરી રહ્યા છે.મોનેટાઇઝેશનમાંથી મળનારા સંશોધનોને ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણમાં રોકાણ કરવામાં આવશે.

બ્રાઉન ફિલ્ડ રોકાણમાં રોકાણ કરતી કંપની સરકારી એન્ટિટી હાલની ઉત્પાદન સુવિધાને ખરીદી છે અને જયાંથી નવી કામગીરી શરૂ કરી શકાય છે. આમ બ્રાઉન ફિલ્ડ રોકાણએ ગ્રીન ફિલ્ડ રોકાણમાં વિદેશી સીધા રોકાણની વૈકલ્પિક પ્રણાલી છે જેમાં ન તો નવી સાઇટ કે નવો પ્લાન્ટ સામેલ નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.