Western Times News

Gujarati News

બાળકોની રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ

નવી દિલ્હી, દેશમાં ઓમિક્રોનના વધી રહેલા કેસ વચ્ચે WHOએ સીરમ ઇન્સ્ટીટ્યૂટે તૈયાર કરેલી બાળકોની રસી COVAVAXને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ ટ્‌વીટ કરી આ અંગેની માહિતી આપી છે.

તેમણે આ કપરા સમયમાં COVAVAXને મુદ્દે વિશ્વ આરોગ્ય સંગઠને લીધેલા ર્નિણયને મહત્વનું પગલુ ગણાવ્યું છે. તેમનું કહેવુ છે કે, બાળકો માટેની રસી COVAVAX વધારે અસરકારક અને સુરક્ષિત છે. COVAVAX કોરોના વેક્સીનને સીરમ ઇન્સ્ટીટ્યૂટે COVAVAX કંપની સાથે મળીને તૈયાર કરી છે.

આ વેક્સીનના પરીક્ષણ મહત્વના સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. જેના લીધે વિશ્વ આરોગ્ય સંગઠને રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હોવાનું માનવામાં આવે છે.

WHOનું કહેવુ છે કે, ઓછી આવકવાળા વિકાસશીલ દેશોમાં આ વેક્સીન વદુ ફાયદાકારક નીવડશે અને આવા દેશોમાં રસીકરણ ઝડપથી કરી શકાશે. આ વિશે WHOની ડો. મેરીએન્જેલા જણાવે છે કે, નવા વેરિયન્ટ વચ્ચે વેક્સીન જ એક પ્રભાવશાળી સાધન છે જે લોકોને ગંભીર બીમારીથી બચાવી શકે એમ છે. તેમણે જણાવ્યા અનુસાર દુનિયામાં ૪૧ દેશ એવા છે જ્યાં ૧૦ ટકાથી ઓછા પ્રમાણમાં રસીકરણ થયું છે.

જ્યારે ૯૮ દેશ એવા છે જ્યાં ૪૦ ટકા રસીકરણ નથી થયું. એવામાં વેક્સીનને મંજૂરી આવા દેશોમાં રસીકરણને ઝડપી બનાવવામાં મદદરુપ બની શકે છે.

કંપનીએ ભારતમાં પણ COVAVAXના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપની દાવો કરી રહી છે કે કોરોના વિરુદ્ધ લડાઈમાં COVAVAX કોરોના વેક્સીન નિર્ણાયક ભૂમિકા ભજવશે. વર્તમાન સમયમાં દેશમાં કોવિશીલ્ડ અને કોવિડની અન્ય રસીઓ ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી પ્રાપ્ત છે. અત્યાર સુધી બાળકોમાં આ વાયરસના ગંભીર લક્ષણો જાેવા નથી મળ્યા.

પરંતુ ઓમિક્રોનને લઇને વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા દર્શાવે છે કે આ ઓમિક્રોન સંક્રમણ બાળકોને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.