Western Times News

Gujarati News

લોકસભા ચૂંટણીમાં જીત બદલ સાંસદ લાલુભાઈ પટેલનું મરવડમાં સ્વાગત કરાયું

(પ્રતિનિધિ) વલસાડ,
દમણ-દીવ લોકસભા બેઠક ઉપરથી વિજય મેળવ્યા બાદ સાંસદ લાલુભાઈ પટેલ આજે નાની દમણ મરવડ સ્થિત જય મોટી માતા મંદિરે પહોંચી પૂજા- અર્ચના કરી હતી. પૂજા- અર્ચના કર્યા બાદ લાલુભાઈ પટેલે ઉપસ્થિત ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી તે વેળા સાંસદ શ્રી લાલુભાઈ પટેલની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ગ્રામજનોએ પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કર્યુ હતું.

સાંસદ લાલુભાઈ પટેલે મરવડવાસીઓનું અભિવાદન સ્વીકારી સૌનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, હવે પછી તમારી કોઈપણ પ્રકારની સમસ્યા હશે તેને ગ્રામ્ય મંડળ સમક્ષ રજૂ કરવી પડશે તે બાદ મંડળ તરત જ પ્રદેશ ભાજપ કાર્યાલય ઉપર જઈ તે સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરશે.

આ અવસરે લાલુભાઈ પટેલ સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ બી.એમ. માછી, પ્રદેશ ભાજપ મહામંત્રી બાલુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલ સહિત મરવડવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.