Western Times News

Gujarati News

કરોડો રૂપિયાની લોન કૌભાંડમાં વોન્ટેડ મહાઠગ આશીષ કાકડીયા ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલ લીસ્ટેડ આરોપીઓને સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી. / એસ.ઓ.જી . પેરોલ ફર્લોસ્કોડાડીવીઝન સ્કોર્ડ નાઓની અલગ અલગ ટીમો બનાવી દિવસે તેમજ રાત્રીના અસરકારક પેટ્રોલીંગ કરી તેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરી

મળી આવે કાયદેસર કરવા ખાસ સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે પો.ઇન્સ. એમ.ડી.પટેલ એલ.સી.બી ખેડા નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ ગત તા .૨૨ / ૧૨ / ૨૦૨૧ ના રોજ એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત ,ઋતુરાજસિંહ , ધર્મપાલસિંહ , અમરાભાઇ , પંકજભાઇ વિગેરે સ્ટાફના પોલીસ માણસો નડીયાદ પશ્ચિમ પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન શ્રેયસ નાળા પાસે આવતા અ.હેડકો . અમરાભાઇ તથા પંકજકુમાર નાઓને સંયુક્ત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે , સુરત શહેરના ( ૧ ) અડાજણ પો.સ્ટેના પાર્ટ એ ગુ.ર.નં .૧૩૬૫ / ૨૦૨૧ ( ૨ ) સુરત શહેર ઉમરા પો.સ્ટે પાર્ટ એ ૮૯૭/૨૦૨૧ ( ૩ ) સુરત શહેર ડી.સી.બી પો.સ્ટે પાર્ટ – એ ગુ.ર.નં .૦૦૮ / ૨૦૨૧

( ૪ ) સુરત શહેર ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં .૦૭૬ / ૨૦૨૧ ( ૫ ) સુરત શહેર અઠવાલાઇન્સ પાર્ટ – એ ગુ.ર.નં. ૨૬૫/૨૦૨૧ તથા ( ૬ ) અમદાવાદ શહેરના નવરંગપુરા પો.સ્ટે પાર્ટ -એ ગુ.ર.નં. ૧૬૫/૨૦૨૧ વિગેરે મુજબના ઇ.પી.કો કલમ ૪૦૬ , ૪૨૦ , ૪૬૫ , ૪૬૭ , ૪૭૧ , ૪૬૮ , ૪૭૧ , ૧૨૦ બી , ૧૧૪ હેઠળના એમ.ઓ.ના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી આશિષ બાલુભાઇ કાકડીયા રહે . જી -૧ / ૧૦૪ , રૂષિકેશ એપાર્ટમેન્ટ , સરથાણા જકાત નાકા , જી.સુરત નાઓને નડીયાદ ચંપા તલાવડી વિસ્તાર પાસેથી સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( એ ) મુજબ પકડી

અટક કરી નડીયાદ પશ્ચિમ પો.સ્ટે . ઘટીત કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે . ન સદરી આરોપી તેના મળીતીયાઓ સાથે મળીને જુદી – જુદી બેંકોમાંથી વિવિધ ફાઇનાન્સ કંપનીના જુદા જુદા વાહનો કે જે જાણીતી કંપનીમાં ઉત્પાદન કરવામાં આવેલ ન હોય તેવા વાહનોના બનાવટી આર.સી.બુક તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી લોન મેળવી લોન ભરપાઇ નહિ કરી કંપનીઓ સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરવાની એમ.ઓ ધરાવે છે .*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.