Western Times News

Gujarati News

ભારતમાં ઓમિક્રોન ૩૧૮%ની પૂરપાટ ઝડપે ફેલાઈ રહ્યો છે

નવી દિલ્હી, દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન મૂળ વાયરસની સરખામણીએ ત્રણ ગણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં નવા વેરિએન્ટનો પહેલો કેસ ૨ ડિસેમ્બરના રોજ મળ્યો હતો. પરંતુ માત્ર ૧૯ દિવસની અંદર આ વાયરસની ઝપેટમાં આવનારાની સંખ્યા ૨૦૦ પાર કરી ગઈ.

તેનાથી વિપરિત મૂળ કોરોના વાયરસથી સંક્રમણના ૨૦૦ કેસ મળતા ૬૦ દિવસ લાગ્યા હતા. જેને જાેતા ઓમિક્રોન સંક્રમણ ફેલાવવાનો દર મૂળ વારયસની સરખામણીએ ૩૧૮ ટકા છે. ઓમિક્રોને આ દરમિયાન જ્યાં પ્રતિદિન સરેરાશ ૧૦.૫ લોકોને સંક્રમિત કર્યા ત્યાં શરૂઆતના બે મહિના દરમિયાન મૂળ વાયરસે પ્રતિદિન ફક્ત ૩.૩ લોકોને સંક્રમિત કર્યા. દેશમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ વર્ષ ૨૦૨૦માં ૩૦ જાન્યુઆરીએ નોંધાયો હતો.

ત્યારબાદ એક એપ્રિલ ૨૦૨૦ના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨૦૦ થઈ હતી. નોંધનીય છે કે ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં જાેવા મળ્યો હતો. ત્યારબાદથી તે લગભગ ૧૦૦ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ જ કારણ છે કે ભારતમાં તેના તેજ પ્રસારને જાેતા ભાત ભાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

દેશના ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં ૨૩૬થી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે ૧૦૬ જેટલા સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૫ કેસ નોંધાયા છે. જ્યારે ઓમિક્રોનના ૬૪ કેસ સાથે દિલ્હી બીજા નંબરે છે. તેલંગણામાં ૨૪, કર્ણાટકમાં ૧૯, રાજસ્થાનમાં ૨૧ અને કેરળમાં ૧૫ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ ૨૪ જેટલા કેસ નોંધાયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.