Western Times News

Gujarati News

બુમરાહે ડેબ્યુ સિરિઝમાં એબીડીની ૩ વાર વિકેટ લીધી

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકામાં ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં શરૂ થનારી તેમની આગામી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે તૈયારી કરી રહી છે.

સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના કારણે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ બંધ દરવાજે રમાશે. ચાલો આપણે એવા પાંચ ભારતીય સક્રિય બોલરો વિશે જાણીએ જેમણે દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લીધી છે. ભુવનેશ્વરે ૫ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકામાં તેની પ્રથમ ટેસ્ટ રમી હતી અને ભારત માટે નવા બોલ સાથે ઓપનિંગ કરી તેણે પાંચ ઓવરમાં ૩ વિકેટ ઝડપી લીધી હતી.

પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન છતાં ભુવનેશ્વરને સેન્ચુરિયનમાં રમાનારી બીજી ટેસ્ટ માટે બહાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ જાેહાનિસબર્ગમાં અંતિમ ટેસ્ટ માટે તે પરત આવ્યો અને ૩૦ અને ૩૩ રન બનાવવા અને ચાર વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો. બુમરાહે કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામે તેનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ ટેસ્ટમાં તેણે એબી ડી વિલિયર્સની વિકેટ લીધી હતી.

તેણે તે સીરીઝમાં દક્ષિણ આફ્રિકાના મહાન ખેલાડીને ત્રણ વખત આઉટ કર્યો હતો. તેણે વાન્ડરર્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી અને ત્રણ મેચમાં ૨૫.૨૧ની સરેરાશથી ૧૪ વિકેટો લીધી હતી. આપને જણાવી દઇએ કે હરભજન સિંહે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી નથી.

હરભજન ૨૦૧૦/૧૧ના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ભારતની ટીમનો ભાગ હતો. જ્યાં તેણે ત્રણ મેચમાં ૧૫ વિકેટ લીધી હતી. તેણે કેપટાઉનમાં અંતિમ ટેસ્ટમાં ૭/૧૨૦નો આકર્ષક સ્પેલ ફેંકીને મેચ ડ્રો કરી હતી. હરભજને ૧૦૩ મેચમાંથી ૪૧૭ ટેસ્ટ વિકેટ લીધી છે અને તેણે ભારત માટે તેની છેલ્લી મેચ ૨૦૧૫માં શ્રીલંકા સામે રમી હતી. ભારતીય ઝડપી બોલર વર્તમાન ભારતીય ટીમનો બીજાે ખેલાડી છે જેણે ચેતેશ્વર પૂજારા સાથે દક્ષિણ આફ્રિકાના ૩ પ્રવાસ કર્યા હતા.

ઇશાંતે દક્ષિણ આફ્રિકાના તેના પ્રથમ પ્રવાસમાં સાત અને પછીના પ્રવાસમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે ૨૦૧૮માં બે મેચમાં વધુ ૮ વિકેટ પોતાના નામે કરી હતી. તેણે ટેસ્ટ ટીમમાં પરત ફર્યા બાદ એબી ડી વિલિયર્સ અને ફાફ ડુ પ્લેસિસને આઉટ કરીને જાેહાનિસબર્ગમાં ભારતની જીતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

શમી ૨૦૧૮ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારત ટેસ્ટ શ્રેણીમાં વર્નોન ફિલેન્ડર અને કાગિસો રબાડા સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ત્રણેય ઝડપી બોલરોના નામે ૧૫ વિકેટ હતી. શમીએ જાેહાનિસબર્ગમાં અંતિમ ટેસ્ટમાં ૫/૨૮નો શાનદાર સ્પેલ ફેંક્યો હતો. કારણ કે ભારતે સીરીઝની ટેસ્ટ ૬૩ રને જીતી લીધી હતી. આગામી ટેસ્ટ શ્રેણીમાં પ્રોટીયાના બેટ્‌સમેનોને ખતમ કરવા માટે નવા બોલ સાથે ભારત માટે બુમરાહ અને ઈશાંત સાથે શમી મહત્વની ભૂમિકા ભજવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.