Western Times News

Gujarati News

પંડિત રામા કૃષ્ણ સોની સબ પર તેનાલી રામામાં શું ખરેખર પાછો આવી ગયો છે?

મુંબઇ, સોની સબ પર તેનાલી રામા બુદ્ધિશાળી, ચતુર અને રમૂજી, દંતકથા સમાન પાત્ર પંડિત રામા કૃષ્ણ (કૃષ્ણ ભારદ્વાજ) ઉર્ફે રામાની ખૂબીઓને પાછી લાવી રહી છે. સોની સબ પર આ ઐતિહાસિક ફિકશન શો ૨૫ વર્ષની મોટી લીપ લીધા પછી લૂકમાં સંપૂર્ણ બદલાવ અને રામાના પુત્ર ભાસ્કરના રસપ્રદ પ્રવેશ સાથે શોમાં નવી રુચિ ઉમેરો કરે છે, પરંતુ પંડિત રામા કૃષ્ણ ક્યાં હતો? હવે તે માટે વધુ વાટ જોવી નહીં પડશે. આ બહુ જ વખણાયેલું પાત્ર ટેલિવિઝન સ્ક્રીન પર ટૂંક સમયમાં જ પુનરાગમન કરશે. તેના આગમન સાથછે વાર્તારેખામાં રોચક વળાંક લઈને આવશે. અગાઉ શોની લીપ સાથે વિજયનગરનો સંપૂર્ણ નવો અવતાર અને અમુક નવાં પાત્રો રજૂ કરવામાં આવ્યાં છે. શોએ તેના નવા લૂક માટે ભરપૂર પ્રેમ અને ટેકો મેળવવાનું ચાલુ રાખ્યું છે ત્યારે શો દર્શકોને ફરી એક વાર પંડિત રામા કૃષ્ણ ઉર્ફે રામાની રોચક વાર્તાની દુનિયામાં લઈ જશે. પરિવારનો પાછો એકત્ર લાવવા માટેનો ધ્યય ધરાવતો ભાસ્કર (કૃષ્ણ ભારદ્વાજ) તેના પિતા રામાની શોધમાં છે. તે વિજયનગરમાં આવ્યો ત્યારથી શોધ શરૂ કરી છે.

ભાસ્કરને રામા ગાયબ થઈ ગયા પછી મોટું કાવતરું હોવાની શંકા છે. રામા ગાયબ થવા પાછળનું આ રહસ્ય ટૂંક સમયમાં જ ઉજાગર થવાનું છે, જે દર્શકોને રોમાંચક પ્રવાસ પર લઈ જશે. શું તે ખરેખર પાછો આવ્યો છે? રામા ક્યા હતો? તેના આગમન સાથે શું થશે? પંડિત રામા કૃષ્ણ અને ભાસ્કરનો ડબલ રોલ ભજવતા કૃષ્ણ ભારદ્વાજે જણાવ્યું હતું કે તેનાલી રામામાં નવો રોમાંચક વળાંક આવવાનો છે અને હું રામાના પુનરાગમન સાથે દર્શકો કેવો પ્રતિસાદ આપે છે તે જોવા માટે ઉત્સુક છું. રામાનું પાત્ર મારા મનની અત્યંત નજીક છે અને મને ફરી એક વાર તે ભૂમિકા ભજવવા મળશે તો ભારે રોમાંચ થશે. અમારા દર્શકોના મનમાં હાલ અનેક પ્રશ્ન ઉપસ્થિત થયા છે. ભાસ્કર, પંડિત રામા કૃષ્ણ વિશેના તેમના પ્રશ્નો પરથી આગામી એપિસોડમાં પડદો ઊઠશે. જોતા રહો પંડિત રામા કૃષ્ણનું તેનાલી રામામાં પુનરાગમન. થોભો થોભો? શું તે ખરેખર પાછો આવ્યો છે? વધુ જાણવા માટે જોતા રહો તેનાલી રામા, દર સોમવારથી શુક્રવારે સાંજે ૭.૩૦, ફક્ત સોની સબ પર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.