Western Times News

Gujarati News

Vibrant Gujarat: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જવાના રસ્તાને રિસરફેસ કરાયો

(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેને લઇને વિશેષ પ્રકારે પાર્કિંગ વ્યવસ્થા ડિવાઇડર પર હેરિટેજ લુક ધરાવતી લાઈટસ સાફ-સફાઈ અને પ્રવાસીઓની સગવડતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર આવનાર ડેલિગેશનને હેરિટેજ લુક લાગે એવું કરવામાં આવી રહ્યું છે. કોરોના અને ઓમિક્રોનના વધતાં કેસ વચ્ચે ડેલિગેશનને આવકારવા અમદાવાદ એરપોર્ટ સજ્જ બન્યું છે. ત્યારે રોડ રીસરફેસ અને 24 કલાક હેલ્થ ટીમ ખડેપગે રહેશે.

આ અંગે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીના ભાગરૂપે એરપોર્ટ ઓથોરિટી તથા રાજ્ય સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ અને વડોદરાના એરપોર્ટની મદદ વાઇબ્રન્ટ માટે આવતા ફ્લાઇટ્સના પાર્કિંગ માટે લેવાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર સરદાર પટેલ સ્ટેચ્યૂથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જવાના રસ્તા રિસરફેસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ ડિવાઈડરને રંગવામાં પણ આવી રહ્યા છે. સાથે સાથે એરપોર્ટ પર અને મુખ્ય રસ્તાઓ પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.