Western Times News

Gujarati News

હવે આકાશી મુશીબત! પૃથ્વી નજીકથી લઘુગ્રહ ૧૧મી જાન્યુઆરીએ પસાર થશે

નવીદિલ્હી, પૃથ્વી પર કોરોનાની મહામારીની ચિંતા છે ત્યાં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું છે કેઆ વર્ષે પાંચ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થશે. વૈજ્ઞાનિકો તેને ધરતી માટે ખતરાના રૂપે જાેઈ રહ્યા છે.3

આમાંથી એક લઘુગ્રહ ૧૧મી જાન્યુઆરીએ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે. નાસાએ આ લઘુગ્રહને પૃથ્વી માટે સંભવિત ખતરાની યાદીમાં સામેલ કર્યો છે. નાસા અનુસાર આ લઘુગ્રહનો આકાર ૧૦૦ મીટરથી વધુ છેઅને તે પૃથ્વી માટે સંભવિત ખતરો છે.

આ લઘુગ્રહ ઉપરાંત અંતરિક્ષ એજન્સીએ કહ્યું છે કે એક જ મહિનામાં બે લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થનાર છે. ઉલ્લેખનીય છે કે આમાં એકનો આકાર એક મોટી ઈમારતથી પણ મોટો છે. પૃથ્વીની પાસેથી પસાર થનાર આ લઘુગ્રહ એક વિશાળકાય પથ્થરનો ટૂકડો છે.
નાસાએ જણાવ્યું હતું કે આ લઘુગ્રૈને ધરતીના અનેક ભાગોમાંથી જાેઈ પણ શકાશે. નાસાએ આ લઘુગ્રહનું નામ ૨૦૧૩ વાયડી ૪૮ રાખ્યું છે. એક અહેવાલ મુજબ આ એસ્ટોરોઈડ પૃથ્વીથી લગભગ ૩૦લાખ માઈલના ક્ષેત્રથી પસાર થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.