Western Times News

Gujarati News

જેઠાલાલ-દયાભાભીનો ડાન્સ રિહર્સલ કરતો વિડીયો વાયરલ

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શો પૈકીનો એક છે. આ કોમેડી શો છેલ્લા ૧૩ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. મજેદાર સ્ટોરીલાઈન અને ગોકુલધામ સોસાયટીના અતરંગી પાત્રોના પ્રેમમાં દર્શકો પડ્યા છે.

જેઠાલાલ, દયાભાભી, બબીતા, ઐય્યર, મહેતા સાહેબ, અંજલી, રોશનભાભી, સોઢી, ભીડે-માધવી, પોપટલાલ, ડૉક્ટર હાથી અને કોમલભાભી, ચંપકચાચા તેમજ ટપ્પસેના જેવા પાત્રો ખૂબ લોકપ્રિયા થયા છે. આ પાત્રો નિભાવનારા કલાકારોને પણ દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે.

જેઠાલાલ અને દયાભાભીની જાેડી દર્શકોને ખૂબ હસાવતી હતી. તેમની મીઠી તકરાર હોય, નારાજગી, ગરબાથી માંડીને જેઠાલાલ અને દયાના હાવભાવ જાેવાની દર્શકોને મજા પડતી હતી. ૨૦૧૭થી દયાભાભી સીરિયલમાંથી ગાયબ થઈ જતાં દર્શકો આ જાેડીને ખૂબ મિસ કરી રહ્યા છે.

જેઠાલાલા અને દયાભાભીના ફેન્સના ચહેરા પર સ્માઈલ લાવી દે તેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફેનપેજ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં દયાભાભીનો રોલ કરતી એક્ટ્રેસ દિશા વાકાણી અને જેઠાલાલનો રોલ કરતાં એક્ટર દિલીપ જાેષી ડાન્સ રિહર્સલ કરતાં જાેવા મળે છે.

વાયરલ થયેલા આ જૂના વિડીયોમાં દિશા અને દિલીપ જાેષી ફિલ્મ ‘યસ બોસ’ના ગીત ‘એક દિન આપ હમકો મિલ જાયેંગે’ પર રિહર્સલ કરતાં દેખાય છે. દિશા વાકાણીએ વ્હાઈટ શર્ટ અને ક્રિમ રંગનું પેન્ટ પહેર્યું છે જ્યારે હેરસ્ટાઈલ દયાના લૂકની છે.

બીજી તરફ દિલીપ જાેષી જેઠાલાલના ગેટઅપમાં છે માત્ર મૂછ નથી લગાવી. જેઠાલાલ અને દયાનો આ અંદાજ જાેઈને ફેન્સ જૂની યાદો તાજી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણી ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગઈ હતી ત્યારથી તે શોમાં પાછી આવી નથી. તેના વિના શો ચાલી રહ્યો છે પરંતુ દર્શકો તેને મિસ કરી રહ્યા છે.

દિશા વાકાણી શોમાં ક્યારે પાછી આવશે તેની કોઈ ચોક્કસ વિગતો પ્રાપ્ત થઈ નથી. અગાઉ દર થોડા દિવસે અટકળો લાગતી હતી કે દિશા પાછી આવશે અથવા તો દયાભાભીના રોલમાં અન્ય એક્ટ્રેસને લેવામાં આવશે. જાેકે, હજી સુધી શોના મેકર્સે કોઈ ર્નિણય કર્યો નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.