Western Times News

Gujarati News

હું નાનો હતો ત્યારે પિતાની બ્રેસલેટથી રમતો હતો: સલમાન

મુંબઈ, સલમાન ખાનને તેના બ્રેસલેટ પ્રત્યે વિશેષ લાગણી છે અને હંમેશા તેના હાથમાં તે જાેવા મળે છે. વાદળી સ્ટોન સાથેના બ્રેસલેટ પાછળ એક રસપ્રદ કહાણી પણ છે. સલમાન ખાનના ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવેલા થ્રોબેક વીડિયોમાં સુપરસ્ટાર તેના ફેન્સ સાથે તે કહાણી કહેતો જાેવા મળી રહ્યો છે.

વીડિયોમાં એક ફેન સલમાન ખાનને બ્રેસલેટ વિશે પૂછતી જાેવા મળી રહી છે. ફેનને જવાબ આપતા સલમાન ખાન કહે છે ‘મારા પિતા હંમેશા આ બ્રેસલેટ પહેરતા હતા. જેમ મોટો થયો તેમ મને તેમના હાથમાં તે કૂલ લાગવા માંડ્યું. બાળકો જે રીતે વસ્તુઓ સાથે રમે છે તેમ હું બ્રેસલેટ સાથે રમતો હતો.

બાદમાં જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમણે મને તેવું સરખું બ્રેસલેટ અપાવ્યું. જે સ્ટોન છે તેને ફિરોઝા કહે છે. આગળ તેણે ઉમેર્યું હતું કે, ‘તેનાથી શું થાય છે કે, જાે તમારી તરફ કોઈ નકારાત્મકતા આવે છે ત્યારે તે સૌથી પહેલા લઈ લે છે. તેનાથી તેમા નસો આવી જાય છે અને તે તૂટી જાય છે.

આ મારો સાતમો સ્ટોન છે. સલમાન ખાન હાલમાં જ ૫૬ વર્ષનો થયો છે. પનવેલના ફાર્મહાઉસમાં તેણે મિત્રો અને પરિવાર સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેણે ભાણેજ આયત સાથે કેક કટ કરી હતી, આ દિવસે તેનો પણ બર્થ ડે હતો. બર્થ ડેના એક દિવસ પહેલા જ સલમાન ખાનને ફાર્મહાઉસમાં બિનઝેરી સાપે ડંખ માર્યો હતો. એક્ટરે તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને થોડા જ કલાકમાં ડિસ્ચાર્જ કરાયો હતો.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, સલમાન ખાન પાસે ઘણી રસપ્રદ ફિલ્મો છે. તે મનીષ શર્માની ટાઈગર-૩માં કેટરીના કૈફ સાથે જાેવા મળવાનો છે. જેમાં ઈમરાન હાશ્મી પણ લીડ રોલમાં છે. આ સિવાય તેની પાસે ‘કિક ૨’ છે, જેમાં તેની ઓપોઝિટમાં જેક્લીન ફનાર્ન્ડિઝ છે. આ સિવાય પૂજા હેગડે સાથેની કભી ઈદ કભી દિવાલી પણ છે. સલમાન ખાને હાલમાં ‘બજરંગી ભાઈજાન ૨’ની પણ જાહેરાત કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.