Western Times News

Gujarati News

ન્યૂયર પર અભિનેત્રી અંકિતા લોખંડેએ પુલ પાર્ટી કરી

મુંબઈ, નવપરણિતી વિકી જૈન અને અંકિતા લોખંડે હાલ તેમના લગ્ન પછીનો સુખદ સમય માણી રહ્યા છે. પતિ-પત્ની તરીકે અંકિતા અને વિકીએ આ વર્ષે પહેલી ક્રિસમસ અને ન્યૂયર ઉજવ્યું છે. અંકિતા અને વિકીએ ન્યૂયર સેલિબ્રેશનમાં ખૂબ ધમાલ, ડાન્સ અને રોમેન્સ કર્યો છે. અંકિતા લોખંડેએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ન્યૂયર સેલિબ્રેશનની ઝલક બતાવતા વિડીયો શેર કર્યા છે. આ વિડીયોમાં અંકિતા લોખંડેને બોલ્ડ અવતાર જાેવા મળી રહ્યો છે. અંકિતા લોખંડે અને વિકી જૈને નવા વર્ષની ઉજવણી માટે ધમાકેદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં અંકિતાની ખાસ બહેનપણીઓ હાજર રહી હતી.

‘ખતરોં કે ખિલાડી ૧૧’માં જાેવા મળેલી સના મકબૂલ અને ‘પવિત્ર રિશ્તા’ની કો-એક્ટ્રેસ આશિતા ધવન, મૃણાલિની ત્યાગી પાર્ટીમાં હાજર રહી હતી. અંકિતાએ પુલ પાર્ટીના વિડીયો શેર કર્યા છે. જેમાં અંકિતા, આશિતા, મૃણાલિની અને સનાનો બોલ્ડ લૂક જાેવા મળી રહ્યો છે.

અંકિતાએ એક રીલ શેર કરી છે જેમાં તેમની અનેક બોલ્ડ તસવીરો જાેવા મળે છે. અંકિચા પિંક રંગના સ્વિમવેરમાં જાેવા મળે છે. જ્યારે મૃણાલિની અને સના બિકીનીમાં અને આશિતા મોનિકીનમાં દેખાઈ રહી છે. એક તસવીરમાં અંકિતાની મમ્મી પણ જાેવા મળે છે. એક તસવીરમાં અંકિતાનો પતિ વિકી પણ દેખાઈ રહ્યો છે.

આ વિડીયો શેર કરતાં અંકિતાએ લખ્યું, આ વર્ષે વધુ મજબૂત, વધુ બહાદુર, વધુ દયાળુ અને ન રોકી શકાય તેવા બનીશું. શું કહેવું છે ગર્લ્સ? જાેકે, અંકિતાએ આ પોસ્ટની કોમેન્ટ બંધ કરી દીધી. તેની અગાઉની પોસ્ટમાં લોકોએ નેગેટિવ કોમેન્ટ્‌સ કરતાં અંકિતાએ આ વખતે કોમેન્ટ બંધ કરી દીધી છે. એક ટ્રોલરે લખ્યું હતું, “લગ્ન પછી અંકિતા લોખંડેએ કપડાં પહેરવાનું જ બંધ કરી દીધું છે. ખબર નહીં શું બતાવે છે.” બીજા એકે લખ્યું, પાગલ મહિલા લગ્ન પછી વધુ પાગલ થઈ ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.