Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૬૭૩, નિફ્ટીમાં ૧૮૦ પોઈન્ટનો ઊછાળો

મુંબઈ, વર્ષ ૨૦૨૨ના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે શેરબજારમાં તેજી જાેવા મળી હતી. સોમવારે પણ બજારમાં ઉછાળો જાેવા મળ્યો હતો જે મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. મંગળવારે, બીએસઈ મુખ્ય સૂચકાંક પણ અગાઉના બંધ સ્તરથી ઉપર ૫૯,૩૪૩ પોઈન્ટ પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે ૫૯,૯૩૭.૩૩ પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો પરંતુ પછી ૫૯,૮૫૫.૯૩ પોઈન્ટ પર બંધ થયો હતો.

તે મંગળવારે ઓપનિંગના સ્તર સામે ૬૭૨.૭૧ પોઈન્ટ (૧.૧૪ ટકા)ના વધારા સાથે બંધ થયો હતો. એનટીપીસી, પાવર ગ્રિડ, એસબીઆઈ, ટાઈટન અને રિલાયન્સ સેન્સેક્સમાં સૌથી આગળ છે. તે જ સમયે, નિફ્ટી મંગળવારે ૧૭,૬૮૧.૪૦ પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો, જે દિવસ દરમિયાન ૧૭,૮૨૭.૬૦ પોઈન્ટની ઊંચી સપાટીએ ગયો હતો.

દિવસ દરમિયાન નિફ્ટી ઘટીને ૧૭,૫૯૩.૫૫ પોઈન્ટ પર પહોંચી ગયો હતો, પરંતુ બજાર બંધ થતાં સુધીમાં તે ફરી વધીને ૧૭,૮૦૫.૨૫ પોઈન્ટ પર પહોંચી ગયું હતું. મંગળવારના ઓપનિંગ લેવલ સામે તે ૧૭૯.૫૫ પોઈન્ટ (૧.૦૨ ટકા)ના વધારા સાથે બંધ થયો હતો. એનટીપીસી, ઓએનજીસી, એસબીઆઈ, પાવર ગ્રિડ અને રિલાયન્સ નિફ્ટી ૫૦માં ટોપ ગેઇનર રહ્યા છે.

અગાઉ સોમવારે પણ બજારમાં ઉછાળો જાેવા મળ્યો હતો. સોમવારે બજાર બંધ થયું ત્યાં સુધીમાં સેન્સેક્સ ૯૨૯.૪ પોઈન્ટ (૧.૬ ટકા) વધીને ૫૯૧૮૩.૨૨ પોઈન્ટ પર પહોંચી ગયો હતો. તે જ સમયે, નિફ્ટી ૨૭૧.૬૫ પોઈન્ટ (૧.૫૭ ટકા) વધીને ૧૭૬૨૫.૭ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. વર્ષ ૨૦૨૨માં માત્ર બે દિવસનો વેપાર થયો છે અને સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો જાેવા મળ્યો છે. અત્રે લ્લેખનીય છે કે ગત વર્ષ ૨૦૨૧ શેરબજાર માટે ઐતિહાસિક વર્ષ રહ્યું છે. આ દરમિયાન ભારતીય સ્ટોક ઈન્ડેક્સમાં નોંધપાત્ર વધારો થયો હતો. ૩૦ શેર ધરાવતા સેન્સેક્સે ૨૦૨૧માં ૧૦,૫૦૨.૪૯ પોઈન્ટ (૨૧.૯૯ ટકા)નો વાર્ષિક વધારો નોંધાવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.