Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૮૦૯૭ કેસ નોંધાયા

નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ વળી પાછા રેકોર્ડ તોડવા લાગ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક, તમિલનાડુમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારાના કારણે આ ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૮,૦૯૭ કેસ નોંધાયા છે. હાલ દેશમાં ૨,૧૪,૦૦૪ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.

જાે કે એક દિવસમાં ૧૫,૩૮૯ દર્દીઓ રિકવર પણ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૫૩૪ દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં કુલ ૪,૮૨,૫૫૧ મૃત્યુ થયા છે. જ્યારે ૩,૪૩,૨૧,૮૦૩ દર્દીઓએ સાજા થવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૪.૧૮% છે.

દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, કેરળ, ગોવા, પંજાબ અને તેલંગણાના કેસ મળીને જ કોવિડના ૫૦ હજાર કરતા ઉપર નવા કેસ થઈ ગયા. કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હાલ ચિંતાનો વિષય બનેલો છે.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કહેરને રોકવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૪૭.૭૨ કરોડ ડોઝ અપાયા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૨૬૫ કેસ નોંધાયા છે. બીજી તરફ ૨૪૦ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૯,૨૮૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૮૫ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે ૨ મોત થયા છે. આજે ૮,૭૩,૪૫૭ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨૯૦ , સુરત કોર્પોરેશનમાં ૪૧૫, વડોદરા કોર્પોરેશનમાં ૮૬ , આણંદ ૭૦, કચ્છ ૩૭, રાજકોટ કોર્પોરેશનમાં ૩૬, ખેડા ૩૪, ભરુચ ૨૬, અમદાવાદ ૨૪, મોરબી ૨૪, ગાંધીનગર કોર્પોરેશન ૨૩, રાજકોટ ૨૧, ભાવનગર કોર્પોરેશન ૧૮, નવસારી ૧૮, જામનગર કોર્પોરેશન ૧૬, મહેસાણા ૧૪, પંચમહાલ ૧૪, ગાંધીનગર ૧૨, સુરત ૯, વલસાડ ૯, જૂનાગઢ કોર્પોરેશન ૮, વડોદરા ૮, જામનગર ૭, બનાસકાંઠા ૬, સાબરકાંઠા ૬, અરવલ્લી ૫, ભાવનગર ૪, દેવભૂમિ દ્વારકા ૪, જૂનાગઢ ૪, મહિસાગર ૪, અમરેલી ૩, ગીર સોમનાથ ૩, તાપી ૩, દાહોદ ૨, ડાંગ ૧ અને સુરેન્દ્રનગરમાં ૧ નવો કેસ નોંધાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.