Western Times News

Gujarati News

વૈજ્ઞાનિકોએ આંખો માટે ચમત્કારી ડ્રોપ્સ બનાવ્યા

નવી દિલ્લી, જે લોકોની દ્રષ્ટિ નબળી છે, પણ તેમને દરેક વખતે વાંચતી વખતે આંખો પર ચશ્મા ચડાવવા નથી ગમતા, તેમના માટે મેડિકલ સાયન્સ એક ચમત્કારી આઈ ડ્રોપ લાવ્યું છે. આ આઈ ડ્રોપ્સ આંખોમાં નાખ્યા બાદ નજર તેજ થઈ જશે અને ચશ્મા લગાવવાની જરૂર નહીં પડે.

સૌથી સારી બાબત એ છે કે વૈજ્ઞાનિકોને આ આઈ ડ્રોપથી ઘણો ફાયદો પણ થયો છે. વુઈટી નામના આ આઈ ડ્રોપનું શરૂઆતી ટ્રાયલ ૭૫૦ દર્દીઓ પર કરવામાં આવ્યું હતું, જેના પરિણામો અસરકારક રહ્યા છે. અમેરિકાની ડ્રગ રેગ્યુલેટર હ્લડ્ઢછએ પણ આ ડ્રોપનો સામાન્ય લોકો પર ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આ આઈ ડ્રોપને આયર્લેન્ડની ફાર્મા કંપની એલરજન દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના ટ્રાયલમાં મુખ્ય રોલમાં રહેલા આઈ સ્પેશિયાલિસ્ટ ડો. જ્યોર્જ ઓ. વોરિંગે જણાવ્યું કે વધતી ઉંમર સાથે લોકોમાં પ્રેસબાયોપિયા થવા લાગે છે, જેનાથી તેમની દ્રષ્ટિ નબળી પડવા લાગે છે.

એવું થવાથી તેમને વસ્તુ બહુ નજીકથી જાેવી પડે છે. વુઈટી આઈ ડ્રોપ આ પરિસ્થિતિમાં બહુ કારગર છે. આ આઈ ડ્રોપ ૧૫ મિનિટમાં તેની અસર દેખાડવાનું શરુ કરે છે અને ડ્રોપ નાખ્યા બાદ અમુક કલાકો સુધી તેની અસર રહે છે. આંખોમાં વુઈટી આઈ ડ્રોપનું એક ટીપું નાખવાથી ૬થી ૧૦ કલાક સુધી નજર પહેલાની સરખામણીમાં તેજ બની જાય છે.

પેન્સીલ્વેનિયા યુનિવર્સિટીના ઓપ્થેલ્મોલોજિસ્ટ ડો. સ્ટીફન ઓરલિનનું કહેવું છે કે, આ આઈ ડ્રોપ કીકીના આકારને નાનું બનાવે છે. આમ થવાથી દર્દીને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાવા લાગે છે. કંપનીના જણાવ્યા મુજબ, એક મહિના માટે આ દવાના ડોઝનો ખર્ચ આશરે ૬૦૦૦ રૂપિયા આવશે.

રોચેસ્ટર યુનિવર્સિટીના નેત્ર ચિકિત્સક ડો. સ્કોટ એમ. મેકરેનેના જણાવ્યા અનુસાર, ચશ્માનો બોજ ઉઠાવવા ન માગતા લોકો માટે આ ડ્રોપ એક સારો વિકલ્પ છે.

ટ્રાયલના પરિણામો કહે છે કે, આ નવા આઈ ડ્રોપ આવા દર્દીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. વુઈટી ઈઅી Drop એવી પ્રથમ દવા છે જેનો ઉપયોગ પ્રેસબાયોપિયાની સારવારમાં થઈ રહ્યો છે. તે સામાન્ય પ્રકાશમાં દૂરની દ્રષ્ટિને અસર કરતું નથી અને આંખો સરળતાથી નજીકની અને દૂરની વસ્તુઓ પર ફોકસ કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.