Western Times News

Gujarati News

ગોધરામાં અંડર બ્રિજ બનાવવાના વિલંબના પગલે વાહન ચાલકો ટ્રાફિક જામની સમસ્યાઓથી ભારે પરેશાન .. !!

તસવીરઃ મનોજ મારવાડી

(પ્રતિનિધી) ગોધરા, પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો પર વાહનોની સંખ્યા સતત વધતી જવાના કારણે દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા પણ વકરતી જાય છે . તેમાં પણ જ્યાં રેલવે ફાટક હોય ત્યાં સ્થિતિ વધુ વિકટ બને છે . ટ્રાફિક જામના નિવારણ માટે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજની એકથી વધુ યોજનાઓ અમલી કરવામાં આવી છે .

છતા પણ પરિણામ જાેવા મળતુ નથી . ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલવે ફાટક પર ઓવરબ્રિજ આપવા માટે ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ઓવરબ્રિજ બાંધવાની યોજના તૈયાર કરાઈ હતી . તેના માટે ૯.૮૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે . જેને લઈ નગરજનોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી પણ એ વાત જાણે કે હવામાં ઓગળી ગઈ હતી .

રેલ્વે ફાટક પાસે અંડર બ્રિજ વહેલી તકે બનાવવામાં આવે તે માટે સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.શહેરા ભાગોળ રેલ્વે ફાટકનો પ્રશ્ન એ માથાના દુ ઃ ખાવા સમાન બની ગયો છે ઘણા વર્ષોથી રેલ્વે ફાટક પાસે અંડર બ્રિજ બનાવવા માટે માંગણી કરવામાં આવી છે પરંતુ ખાલી પોકાર વચનોની લ્હાણી કરવામાં આવી આ ફાટક પાસે ઘણી વખત નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે કલાકો સુધી ફાટક બંધ રહેતા ટ્રાફિક જામની સમસ્યાઓ ઉભી થાય છે જેના કારણે પ્રસૂતિ માટે જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકની સમસ્યાના કારણે અટવાઇ જાય છે.

આ વિસ્તારમાં રહેતા નિવૃત્ત આચાર્ય ખુશાલ ભાઈ શ્રીમાળીએ કહ્યું હતું કે અંડર બ્રિજ બનાવવા માટે માપણીઓ , નકશો તૈયાર કરવામાં આવે છે પરંતુ પરિણામ શૂન્ય મળે છે ત્યારે આજ વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા અંડર ઓવર બ્રિજ બનાવવા માટે ૧.૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા તેનો દુરુપયોગ કરી અન્ય બગીચા બનાવવા માટે વાપરી નાખ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.