Western Times News

Gujarati News

અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરની ઇમારતમાં આગ લાગતા ૭ બાળકો સહિત ૧૩નાં મોત

વોશિગ્ટન, અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરની એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. બુધવારે સવારે લાગેલી આગની ઘટનામાં સાત બાળકો સહિત ૧૩ લોકોના મોત થયા હતા. સ્થાનિક ફાયર અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગના કિસ્સામાં બિલ્ડિંગમાં ભયની ચેતવણી આપતા ચાર ઉપકરણો લગાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ કામ કરવાની સ્થિતિમાં નહોતું. તેમણે કહ્યું કે બે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આગની આ ઘટના અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરના ફેરમાઉન્ટ વિસ્તારમાં સવારે લગભગ ૬.૪૦ વાગ્યે ત્રણ માળની ઇમારતમાં બની હતી.

સૌથી મોટી વાત એ છે કે આગની ઘટનામાં ૭ બાળકોનો જીવ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગની આ ઘટના ખૂબ જ ભયાનક હતી. પીડિતોના પરિવારજનો એકબીજાને સાંત્વના આપી રહ્યા છે. ફિલાડેલ્ફિયાના જેક્યુટા પ્યુરીફોયે ત્રણ માળના ઘરમાં આગ લાગતાં પરિવારના ૧૦ સભ્યો ગુમાવ્યા. પીડિત પુરીફોયે કહ્યું કે તે આઘાતમાં હતો અને શું કરવું તે ખબર ન હતી.

ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગની ઘટના બાદ, આઠ લોકો આગની જ્વાળાઓમાંથી બચીને ભાગવામાં સફળ થયા હતા. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર અકસ્માતમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.

ફિલાડેલ્ફિયાના મેયર જિમ કેનીએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે, “આ આપણા શહેરના ઇતિહાસમાં સૌથી દુઃખદ દિવસો પૈકીનો એક છે, આટલા દુઃખદ રીતે આટલા લોકોનું નુકશાન ખૂબ જ દુઃખદાયક છે.” કંપનીના ડેપ્યુટી કમિશનર ક્રેગ મર્ફીએ જણાવ્યું હતું. , જણાવ્યું હતું કે ૩૫ વર્ષની સેવામાં આવી સૌથી વધુ ભીષણ આગ જાેવા મળી છે.હાલમાં આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.