Western Times News

Gujarati News

મોદીનો રોડ માર્ગે જવાનો પ્લાન છેલ્લી ઘડીનો નિર્ણય ન હતોઃ સરકાર

નવી દિલ્હી, પંજાબમાં બુધવારે રેલીમાં જવા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની મોટી ઘટના સામે આવી છે. આ અંગે સમગ્ર ઘટનાક્રમના જાણકાર કેન્દ્ર સરકારના અધિકારીઓએ દાવો કર્યો છે કે પંજાબ સરકારનું આમ કહેવું ખોટું છે કે રોડ માર્ગે જવાનો પ્લાન છેલ્લી ઘડીએ લેવામાં આવેલો ર્નિણય હતો.

તેમણે કહ્યું કે પીએમ મોદીના રોડ માર્ગે ભટિંડાથી ફિરોઝપુર જવાના પ્લાનને લઈને પંજાબ સરકારના અધિકારીઓ સાથે પહેલાથી જ ચર્ચા કરવામાં આવી હતી.

એક મીડિયા રિપોર્ટ મુજબ, અધિકારીઓએ જણાવ્યું કે પંજાબ પોલિસ સાથે એડવાન્સ સિક્યોરીટી લાયસનની બેઠક દરમ્યાન ૧ અને ૨ જાન્યુઆરીએ એક આકસ્મિક યોજના તરીકે સડક માર્ગે જવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો અને મંગળવારે આ માટે એક રિહર્સલ પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીના રોડ રુટ પ્લાનને પંજાબના ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયએ મંજૂરી આપી દીધી હતી.

એએસએલમાં એક અધિકારીએ કહ્યું કે, પીએમના કોઇપણ પ્રવાસ પહેલા અનિવાર્યપણે સંપૂર્ણ તપાસ થાય છે. રૂટ સર્વે અને નબળા મુદ્દાઓ સહિત દરેક બાબતની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેને પોલીસ તૈનાતી સાથે સુરક્ષિત કરવાની હતી. રિપોર્ટ મુજબ એ અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું કે, ‘ઇન્ટેલિજન્સ ઇનપુટ્‌સના સંદર્ભમાં ASL રિપોર્ટમાં મજબૂત પોલીસ તૈનાતી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વાસ્તવમાં આવી બેઠકો પછી એક વિગતવાર ASL રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે જે સંબંધિત એજન્સીઓ અથવા પોલીસ સાથે શેર કરવામાં આવે છે. એટલે સુધી કે ભટિંડાથી ફિરોઝપુર સુધીની સડક યાત્રા માટેનું આકસ્મિક રિહર્સલ પણ ૪ જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. અધિકારીએ આપેલી આ જાણકારીથી પંજાબ સરકારના એ નિવેદનનું ખંડન થાય છે કે પીએમ મોદીને છેલ્લી ઘડીએ હેલિકોપ્ટરને બદલે સડક માર્ગે લઈ જવામાં આવ્યા હતા અને વ્યવસ્થિત કમ્યુનિકેશન પણ ન હતું કરવામાં આવ્યું.

બુધવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે તેમને કોઈ માહિતી ન હતી કે વડાપ્રધાન સડક માર્ગે જશે. અન્ય એક અધિકારીએ કહ્યું કે બુધવારે ભટિંડાથી એક હેલિકોપ્ટરના માધ્યમથી વડાપ્રધાનને મોકલવાની મનાઈ કરવામાં આવી હતી.

સ્પેશ્યલ પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાએ પંજાબના ડ્ઢય્ઁ સાથે ઁસ્ મોદીની સુરક્ષિત સડક યાત્રા અને રૂટની શક્યતા અંગે ચર્ચા કરી હતી. ડીજીપી પાસેથી રોડ ટ્રાવેલની મંજૂરી મળ્યા બાદ તેની યોજના બનાવવામાં આવી હતી. ભટિંડાના જીજીઁએ ભટિંડાથી ફિરોઝપુર બોર્ડર સુધી કાફલાનું નેતૃત્વ (પાયલટિંગ) કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.