Western Times News

Gujarati News

વીવીઆઈપીની સુરક્ષા માટે નવી અને ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે

File Photo

નવીદિલ્હી, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાદ તમામ વીવીઆઈપીની સુરક્ષા માટે નવી અને ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

વાસ્તવમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં અર્ધલશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવશે.સૂત્રોને ટાંકીને મળતી માહિતી મુજબ, હવે વધારાના એડવાન્સ્ડ સિક્યોરિટી લાયઝન અધિકારીઓને વડાપ્રધાન સહિત અન્ય વીવીઆઇપીની મુલાકાત પહેલા જ તે રાજ્યોમાં મોકલવામાં આવશે જેથી ત્યાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.

આ સુરક્ષા કવાયત હેઠળ અર્ધલશ્કરી દળોને ચૂંટણી રાજ્યોમાં કંટ્રોલ રૂમ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. જલંધર, ચંદીગઢ, લુધિયાણા, લખનૌ, ઇમ્ફાલ અને કાનપુરમાં વિશેષ ટીમો તૈનાત કરવામાં આવશે. જેથી કરીને વડાપ્રધાન સહિત તમામ વીવીઆઈપીની સુરક્ષામાં વધુ સુધારો કરી શકાય. જેથી કરીને કોઈપણ સંજાેગોમાં પંજાબ જેવી સ્થિતિ ન બને અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. આ ટીમો પાસે વધારાના દળોની પણ વ્યવસ્થા હશે.

બીજી તરફ ઉત્તર પ્રદેશ ચૂંટણી ૨૦૨૨ને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શરૂઆતમાં જ ૨૨૫ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની તૈનાતીને મંજૂરી આપી દીધી છે. જે બાદ આ ફોર્સને ૨૦મી સુધી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે.

પંજાબમાં હવે સીઆરપીએફની ૭૦ કંપનીઓ, બીએસએફની ૬૫ કંપનીઓ તૈનાત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. અન્ય દળોની ૯૦ કંપનીઓ અલગથી તૈનાત કરવામાં આવી છે. આ દળની તૈનાતી ૧૦મી તારીખથી શરૂ થશે. તે જ સમયે, એનએસજી, સીઆઇએસએફ, સીઆરપીએફની વિશેષ ટીમો પણ ચૂંટણી રાજ્યોમાં તૈનાત કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.