Western Times News

Gujarati News

પીએમના સુરક્ષા કેસની તપાસ કરશે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતા વાળી કમિટી

નવીદિલ્હી, પંજાબમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકના કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે. આ દરમિયાન બંને પક્ષ તરફથી દલીલ રજૂ કરવામાં આવી રહી છે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એનવી રમણની અધ્યક્ષતા વાળી બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહ્યું છે. આ દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પીએમ મોદીની સુરક્ષા ચૂક કેસમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં સ્વતંત્ર તપાસ કમિટી બનાવી શકે છે.

જાણકારી સામે આવી છે કે સુપ્રીમ કોર્ટ સ્વતંત્ર તપાસ કમિટી બનાવવા માટે સંમત થઈ ગઈ છે. આ કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ કરશે. તો આમાં ચંડીગઢના ડીજીપી, એનઆઇએના આઈજી, પંજાબ તેમ જ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને પંજાબના એડીજીપી (સુરક્ષા)ને પણ સામેલ કરવામાં આવી શકે છે. જાેકે, હજુ આનો સત્તાવાર આદેશ આવવાનો બાકી છે.

સોમવારે થયેલી સુનાવણી દરમિયાન સીજેઆઈએ સરકારને પૂછ્યું કે જાે તમે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છો છો તો કોર્ટ તરફથી તપાસ કમિટી બનાવવાનું વાજબીપણું શું? કમિટી શું કામ કરશે? આના પર સોલિસિટર જનરલે કહ્યું કે કોર્ટ અમારી રિપોર્ટની સમીક્ષા કરે સીજેઆઇએ પૂછ્યું કે તો પછી પંજાબની કમિટીને પણ કામ કરવા આપીએ? મહેતાએ કહ્યું કે પંજાબની કમિટીમાં મુશ્કેલીઓ છે.

CJIએ કહ્યું કે, અમે પીએમની સુરક્ષા સાથે જાેડાયેલા આ મામલાને ગંભીરતાથી લીધો છે.સીજેઆઇએ કહ્યું કે સવાલ એ છે કે કઈ રીતે તપાસ થાય. શું કોઈને સજા આપવા માટે થાય.

જાે એમ થાય તો તેમાં કોર્ટનું શું કામ છે. માની લો કે કોઈને તપાસમાં જવાબદાર માની લેવામાં આવે તો તેમાં અમે શું કરશું. આ પીએમની સિક્યોરિટીનો મામલો છે. એવું નથી કે અમે હળવાશમાં લઈ રહ્યા હોઈએ. કૃપયા કરીને એવું ન માનો કે અમે આ મુદ્દાને ગંભીરતાથી નથી લઈ રહ્યા. આ પીએમની સુરક્ષાનો મુદ્દો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.