Western Times News

Gujarati News

એસપીજીએ પંજાબ પોલીસને મોકલ્યો હતો અને વૈકલ્પિક રસ્તાની જાણકારી આપવામાં આવી હતી

નવીદિલ્હી, પંજાબ પ્રવાસ દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો એએસએલની રિપોર્ટમાં થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ૧ જાન્યુઆરીના રોજ જ એસપીજી અને પંજાબ પોલીસ વચ્ચે વાત થઇ હતી.

એ સમયે બંને વચ્ચે ખરાબ વાતાવરણ ખરાબ હોવા પર વૈકલ્પિક રસ્તાને લઇ ચર્ચા થઇ હતી. આ સબંધમાં ૩ જાન્યુઆરીએ એક પત્ર પણ એસપીજી એ પંજાબ પોલીસને મોકલ્યો હતો અને વૈકલ્પિક રસ્તાની જાણકારી આપવામાં આવી હતી.

આ ખુલાસાથી પંજાબ સરકારે આ દાવાની પોલ ખોલ ખુલી ગઈ છે કે પીએમ મોદીએ અચાનક માર્ગ બદલવાની યોજના બનાવી હતી.રિપોર્ટના પેજ ૨૩ પર એ વાતની જાણકારી વિસ્તારથી આપવામાં આવી છે. એએસએલની બેઠકમાં ડીજીપી પંજાબ આઇજી સીઆઈ પંજાબ,ડીજીપી લુધિયાણા રેન્જ,ડીઆઇજી ફિરોઝપુર ઉપરાંત ઘણી મોટી જાણકારી સામેલ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખરાબ હવામાનમાં વીવીઆઇપી એરફોર્સ સ્ટેશન ભટિંડાથી ફિરોઝપુર અને પાછળ રોડ માર્ગે મુસાફરી કરી શકે છે. તમને જણાવી દઈએ કે વીવીઆઇપી માટે જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તે તમામ રીતે સુરક્ષિત કરવામાં આવે છે અને વૈકલ્પિક રૂટ પર પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. તે સ્પષ્ટ છે કે એએસએલને પહેલાથી જ ખરાબ હવામાનની અપેક્ષા હતી.

એએસએલની બેઠકમાં આ વૈકલ્પિક માર્ગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એ જ રિપોર્ટના પેજ નંબર ૨૪ પર, વૈકલ્પિક માર્ગો ઓળખવા અને તેના પર સુરક્ષા રિહર્સલ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

આ સિવાય વીવીઆઇપી માટે વૈકલ્પિક માર્ગ અને તેની સલામતી અને યોગ્ય સ્વચ્છતા અંગે હંમેશા રાજ્ય પ્રશાસન, પંજાબ પોલીસ, એસપીજી,આઇબી તેમજ અન્ય મહત્વપૂર્ણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને રૂટની સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટથી સ્પષ્ટ છે કે પંજાબ પ્રવાસ દરમિયાન ખરાબ હવામાનની સ્થિતિમાં પીએમ મોદીના વૈકલ્પિક માર્ગને લઈને ચર્ચા થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં જાે તપાસમાં પંજાબ પ્રશાસનની બેદરકારી સામે આવશે તો પંજાબની કોંગ્રેસ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.