Western Times News

Gujarati News

તમિલોનું પ્રતિનિધિત્વ કરતા દળોએ મોદીને પત્ર લખ્યો

નવી દિલ્હી, શ્રીલંકાની સાત રાજકીય પાર્ટીઓએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે. દેશના ઉત્તરી અને પૂર્વી રાજ્યોમાં શ્રીલંકાઈ તમિલનુ પ્રતિનિધિત્વ કરનાર દળોએ નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં શ્રીલંકાના બંધારણના ૧૩માં સંશોધનની જાેગવાઈને સમગ્ર રીતે લાગુ કરવા માટે નરેન્દ્ર મોદીની મદદ માગી છે.

શ્રીલંકાના બંધારણના ૧૩એ એટલે ૧૩મુ સંશોધન જુલાઈ ૧૯૮૭ ના ભારત-શ્રીલંકા સમાધાનના કારણે અસ્તિત્વમાં આવ્યુ હતુ. આ સંશોધન હેઠળ પ્રાંતીય પરિષદોની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ સંશોધનને લાગુ કરવામાં આવ્યુ નથી જેનાથી શ્રીલંકાના તમિલોને સત્તામાં યોગ્ય સ્થાન મળી શક્યુ નથી.

પત્રના ડ્રાફ્ટને ૨૯ ડિસેમ્બર ૨૦૨૧એ અંતિમ રૂપ આપવામાં આવ્યુ હતુ. તમામ પક્ષોએ ૬ જાન્યુઆરી ૨૦૨૨એ આને મંજૂર કર્યુ હતુ. વડાપ્રધાનને પત્ર લખનારી રાજકીય પાર્ટીઓમાં સામેલ છે- ટીએનએ, આઈટીએકે, ટીઈએલઓ, પીએલઓટીઈ, ઈપીઆરએલએફ, ટીએમપી અને ટીએનપી.
પત્રમાં શ્રીલંકાના તમિલભાષી લોકોની પ્રમુખ સમસ્યાઓનો ઉલ્લેખ છે. પત્રને કોલંબોમાં ભારતીય ઉચ્ચ કમિશનના કાર્યાલયોના માધ્યમથી વડાપ્રધાન મોદીને મોકલવામાં આવશે.

નરેન્દ્ર મોદીને લખેલા લાંબા પત્રમાં રાજકીય દળો તરફથી લખવામાં આવ્યુ છે કે ૧૯૪૮માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકાના તમિલ ભાષી લોકોએ તમામ સરકારો પાસે યોગ્ય રીતે સત્તા વેચવાની માગ કરી છે. તેથી કેટલાક પ્રયાસ કરવામાં આવેલા પરંતુ હજુ પણ આ મુદ્દાને ઉકેલી શકાય નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.