Western Times News

Gujarati News

IPLમાં ટાઈટલ સ્પોન્સર્સ તરીકે ટાટા સાથે કરાર

મુંબઈ, મોબાઈલ બનાવતી ચાઈનિઝ કંપની વિવોએ ૧૭ મહિનાની અંદર બીજી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી બીજી વખત ટાઈટલ સ્પોન્સર્સ તરીકે વિદાય લીધી છે. જાેકે, આ વખતે તે કોઈ પણ મુશ્કેલી વગર વિશ્વની લોકપ્રિય ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી દૂર થઈ છે.

વિવો પ્રથમ વખત જ્યારે આઈપીએલ સાથે જાેડાયું હતું ત્યારે રાજકિય કારણોસર તેનો વિરોધ થયો હતો જેના કારણે ૨૦૨૦ની સિઝન અગાઉ તેણે આઈપીએલથી છેડો ફાડી નાંખ્યો હતો. જાેકે, આ વખતે વિવો એટલા માટે આઈપીએલથી દૂર થઈ રહ્યું છે કેમ કે તેને પોતાના રોકાણનું યોગ્ય વળતર મળી રહ્યું નથી. જાેકે, બીસીસીઆઈને નવા સ્પોન્સર મેળવવામાં તકલીફ પડી નથી અને બોર્ડે ૨૦૨૨ની સિઝન માટે ટાટા ગ્રુપ સાથે કરાર કર્યા છે.

વિવો ઈન્ડિયાએ ૨૦૧૭માં આઈપીએલ સ્પોન્સર રાઈટ્‌સ ખરીદ્યા હતા અને તે માટે તેણે બોર્ડ સાથે ૨૧૯૯ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. પાંચ વર્ષના કરાર માટે કંપનીએ પ્રત્યેક સિઝન માટે અંદાજીત ૪૪૦ કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. સોફ્ટ ડ્રિંક બનાવતી જાયન્ટ કંપની પેપ્સિકોનો કરાર પૂરો થયા બાદ વિવો આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર બન્યું હતું.

પેપ્સિકો ૨૦૧૬માં આઈપીએલના ટાઈટલ સ્પોન્સર તરીકે અલગ થયું હતું. ગત વખતે વિવોએ આઈપીએલમાંથી બહાર નીકળ્યા પછી, બીસીસીઆઈએ કહ્યું હતું કે તેણે ભારતીય ક્રિકેટ ચાહકોની લાગણીને સંપૂર્ણ ગંભીરતાથી લીધી અને તેથી તે એવા સ્પોન્સરને દૂર કરવા તૈયાર છે જે આઈપીએલ ટેબલ પર દર વર્ષે અંદાજે રૂ. ૪૪૦ કરોડ લાવી રહ્યું હતું.

વિવો છેલ્લા છ મહિનાથી બહાર થવા માટે કામ કરવા પાર્ટનરની શોધમાં હતું પરંતુ રિપ્લેસમેન્ટ શોધી શક્યું ન હતું. જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી યોગ્ય રિપ્લેસમેન્ટ ન મળે ત્યાં સુધી વિવો પ્રતિબદ્ધતાનું સન્માન જાળવે તે અંગે બીસીસીઆઈને કોઈ વાંધો ન હતો. હકિકતમાં બીસીસીઆઈ એ જ વિવો અને ટાટાને સમજૂતી કરવામાં મદદ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.