Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨ લાખ ૨૬ હજાર નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨ લાખથી વધુ નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે, જે છેલ્લા ૭ મહિનાનો નવો રેકોર્ડ છે. રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨ લાખ ૨૬ હજાર નવા કેસ નોંધાયા છે.

આ દરમિયાન ૭૬ હજાર લોકો સંક્રમણથી સાજા પણ થયા હતા, જ્યારે મહામારીના કારણે ૩૫૫ દર્દીઓના મોત થયા હતા. આ સાથે દેશમાં નવા કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦ લાખ ૯૮ હજાર થઈ ગઈ છે. જાે દિલ્હીની વાત કરીએ તો અહીં સંક્રમણનો દર ૨૬.૨૨% પર ચાલી રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં કોરોના વાયરસના ૨૭,૫૬૧ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૪૦ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. વર્ષના પ્રથમ મહિનામાં અત્યાર સુધીમાં દિલ્હીમાં કોરોનાને કારણે ૧૩૩ દર્દીઓના મોત થયા છે. રાહતની વાત એ છે કે લોકો કોરોનાથી સાજા થઈ રહ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં શહેરની હોસ્પિટલમાંથી ૧૪,૯૫૭ લોકોને રજા આપવામાં આવી છે. કોરોનાથી ખરાબ રીતે પીડિત મહારાષ્ટ્રની વાત કરીએ તો બુધવારે ત્યાં ૪૬,૭૨૩ નવા દર્દીઓ મળી આવ્યા હતા. આ દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના કારણે ૩૨ લોકોના મોત પણ થયા છે.

હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૨ લાખ ૪૦ હજારથી વધુ છે. પરિસ્થિતિ બગડતી જાેઈને સરકારે લોકોને ફરીથી પોતાની અપીલને પુનરાવર્તિત કરી રહ્યા છે કે તેઓ એકદમ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે અને હંમેશા ફેસ માસ્ક પહેરો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.