Western Times News

Gujarati News

મોડાસામાં ગંભીર બીમારીથી પીડાતા ગરીબ દર્દીઓને વિનામૂલ્યે દવાનું વિતરણ

Online medicine sale

મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ બી.ટી.ફાઉન્ડેશન, મોડાસા (ગરીબ સારવાર કેન્દ્ર)દ્વારા વિનામૂલ્યે મેડિકલ સહાયમાં મદદરૂપ થવા કાર્યરત છે. સમાજમાં જરૂરતમંદ તથા અસમર્થ દર્દીઓ જેવા કે ડાયાબિટીસ, ઈન્સુલિન, ખેંચ, થાઈરોઈડ, અસ્થામાં (દમ), કેન્સર, ટી.બી. જેવી બીમારીથી પીડાય છે

અને પ્રિસ્ક્રિપ્શન મુજબ નિયમિત અને લાંબા સમય સુધી દવાઓ લેવાની જરૂરિયાત ઉભી થતી હોય છે. જરૂરતમંદ તથા અસહાય દર્દીઓને નિયમિત દર માસે વિના મૂલ્યે મેડિકલ સહાયની યોજના બી.ટી.ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અને દાતા દાનવીર જનાબ મ.યુસુફ ઈસ્માઈલભાઈ ટાઢા (બાબુભાઈ ટાઢા) દ્વારા આ યોજના દ્વારા જરૂરતમંદ તથા અસમર્થ દર્દીઓને દવા વિતરણ કરવામાં આવ્યું હતું અને યોજના વિશે લોકોને માહિતગાર કરેલ હતાં.

ડોક્ટર વસીમભાઈ સુથાર, ગરીબ સારવાર કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર જાસ્મિબેન પહોંચીયા, ઝુબેદાબેન મોડાસીયા, સિરાજભાઈ સુથાર ઉપસ્થિત રહ્યાં હતાં. બી.ટી.ફાઉન્ડેશન મોડાસા, ગરીબ સારવાર કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ સલીમભાઈ પટેલ (એસેન્ટ)એ છેલ્લા એક મહિનાથી સમાજમાં જરૂરતમંદ તથા અસમર્થ દર્દીઓના ફોર્મ ગરીબ સારવાર કેન્દ્રમાં ભરીને આ કામગીરી કરેલ અને હજુ ફોર્મ ભરવાના ચાલુ જ છે.

પ્રિસ્ક્રિપ્શન મુજબ આ ફોર્મ ભરેલ દર્દીઓને બી.ટી.ફાઉન્ડેશન, મોડાસા દ્વારા એક લાખથી વધુ રકમની દવા પૂરી પાડી હતી. હવે આ ફોર્મ ભરેલ દર્દીઓને બી.ટી.ફાઉન્ડેશન, મોડાસા દ્વારા એક લાખથી વધુ રકમની દવા પૂરી પાડી હતી. હવે આ ફોર્મ ભરેલ દર્દીઓને દર મહિને ૧થી ૫ તારીખમાં દવા વિનામૂલ્યે મળી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.