Western Times News

Gujarati News

ચીન દ્વારા બનાવાતા પુલનું ઉદ્‌ઘાટન કરવા મોદી પહોંચી ન જાય: રાહુલ

નવી દિલ્હી, પેંગોગ લેક વિસ્તારમાં ચીન એક પુલ બનાવી રહ્યુ છે અને હવે તો આ પુલ બનાવવામાં ચીન ભારે ઝડપ દાખવી રહ્યુ હોવાનો ખુલાસો સેટેલાઈટ તસવીરો પરથી થયો છે.

આ અંગે પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલને આગળ ધરીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અત્યાર સુધીનો સૌથી આકરો હુમલો પીએમ મોદી પર કર્યો છે.

રાહુલ ગાંધીએ આ પુલની સેટેલાઈટ તસવીરો શેર કરીને કહ્યુ છે કે, ચીન આપણા દેશમાં એક પુલ બનાવી રહ્યુ છે.હવે તો બીક લાગે છે કે, પીએમ મોદી આ પુલનુ ઉદઘાટન કરવા માટે ના પહોંચી જાય.પીએમ મોદીના મૌનના કારણે ચીનની આર્મીની હિંમત વધી રહી છે. જ્યારથી આ પુલના બાંધકામની તસવીરો સામે આવી છે ત્યારથી કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર હુમલો કરવામાં આવી રહ્યો છે.ચીન આ પુલ પૂર્વ લદ્દાખમાં પેંગોગ સરોવર પર બનાવી રહ્યુ છે.ચીનનુ કહેવુ છે કે, અમારી સ્વાયત્તતાની રક્ષા માટે આ કાર્યવાહી થઈ રહી છે.

ભારત સરકારનુ કહેવુ છે કે, જે વિસ્તારમાં ચીન પુલ બનાવી રહ્યુ છે તેને છેલ્લા ૬૦ વર્ષથી ચીને પચાવી પાડેલો છે.ભારતે આ વિસ્તાર ચીનનો હોવાનુ ક્યારેય સ્વીકાર્યુ નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.