Western Times News

Gujarati News

કોરોનાના સંક્રમણમાં ક્રમશઃ ઘટાડાની સંભાવના

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, વિશ્વ સ્તરે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના માનવસર્જીત છે કે કુદરતી રીતે આવ્યો છે તેને લઈને અનેક ચર્ચાઓ, તર્ક-વિતર્ક વ્યક્ત કરાઈ ચુક્યા છે ત્યારે જ્યોતિષશાસ્ત્રી આ અંગે શું કહેવા માંગે છે તેમના અભિપ્રાયોના સંદર્ભમાં પૂછતા જાણીતા જ્યોતિષ ભરતભાઈ ભાવસારે પોતાના મંતવ્ય વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે કોરોના ગમે તે દેશમાંથી ફેલાવવામાં આવ્યો હોય, તેનેે માનવસર્જીત ગણીએ તો પણ કોરોનાને ફેલાવવાની દુષ્પ્રેરણા ગ્રહોના ગણિત સાથે સકળાયેલી છે.

ગુરૂ મહારાજ, શનિ અને રાહુ તેમ ત્‌ રણ ગ્રહો તેના માટે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટીએ જવાબદાર માની શકાય છે. કોરોના પાછળ ગુરૂ-ગ્રહની ભૂમિકા મુખ્ય છે. ર૦ર૦માં જ્યારે વૈશ્વિક સ્તરે કોરોનાની શરૂઆત થઈ ત્યારે ધન-મકર રાશિમાં ગુરૂદેવ અતિચાલમાં હતા. અર્થાત, ગુરૂ મહારાજનું પરિભ્રમણ તેમની રૂટીન ચાલથી વધારે હતુ. આ બંન્ને રાશિમાં ગુરૂ મહારાજઆઘાપાછા થતા હતા.

જાે કે ગુરૂ મહારાજ ર૦રરમાં મોટેભાગે એપ્રિલ પછી મીન રાશિમાં સ્થિર થશે. અને મૂળ ગતિમાં આવશે. ફેબ્રુઆરીમાં સૂર્ય પોતાના મૂળ નક્ષત્રમાં આવશે તેથી ધીમે ધીમે ર૦રરના અંત સુધીમાં કોરોના સંક્રમણ સાવ ઓછુ થઈ જશે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટીએ પોતાના મંતવ્ય વ્યક્ત કરતા તેમણે વિશેષમાં જણાવ્યુ હતુ કે ર૦ર૦માં ગુરૂ મહારાજ મકર રાશિમાં નીચના હતા. તેથી તે સમયે પ્રોટ્‌ેકશન આપ્યુ નહોતુ.

વળી, શનિ- ગુરૂ બન્ને મકર રાશીમાં વક્રી હતા તેથી બીજા વેવ વખતે મૃત્યુ દરમાં વધારો થયો હતો. ગુરૂ મહારાજના ટેકામાં શનિ મહારાજ અને રાહુ મહારાજ હતા. આ બંન્ને ગ્રહદેવતાઓ આકાશી-વાયુ તત્ત્વ છે.

ગુરૂ મહારાજના ટેકામાં શનિ-રાહુ આવતા જ કોરોના વકર્યો અને મૃત્યુ દર વધ્યા હતા. જાે કે મૂળમુદ્દે ગુરૂ મહારાજ તેમના રૂટીન કરતા વધારે ગતિથી પરિભ્રમણ કર્યુ હતુ. તેથી કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ હતી. એપ્રિલ પછી ગુરૂ મહારાજ મૂળ ગતિમાં આવશે. સૂર્ય પોતાના નક્ષત્રમાં આવશે અને શનિ મહારાજ કંુભમાં આવશેે ત્યારે પરિસ્થિતિ હળવી થશે. ફેબ્રુઆરીપછી ધીમે ધીમે કોરોનાનું જાેર ઘટશે પરંતુ કોરોનાનો અંત આવતા ર૦રર વર્ષ પૂર્ણ થશે એવી ધારણા અૃંદાજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.