Western Times News

Gujarati News

અહીં તકો ઓછી મળે છે માટે લોકોમાં વિદેશનો મોહ: નીતીન પટેલ

મહેસાણા, મુખ્યમંત્રી નીતિન પટેલે કેનેડામાં ઘૂસણખોરી દરમિયાન થયેલા ગુજરાતીઓના મોત મામલે નિવેદન આપ્યુ છે. નીતિન પટેલે એક કાર્યક્રમના સંબોધનમાં જણાવ્યું કે દેશમાં મહેનતુ લોકોને યોગ્ય તક મળતી નથી જેને લઈને લોકો વિદેશમાં જવાનો મોહ રાખે છે.સરકારે દેશમાં જ તકો ઉભી કરવી પડશે જેનાથી લોકોમાં વિદેશનો મોહ ઓછો થાય.કેનેડા- અમેરિકા બોર્ડર પર જે ઘટના બની છે તે અત્યંત દુખદ છે.

કેનેડામાં કલોલનો પટેલ પરિવાર લાપતા થવાને લઇને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, તેમણે દેશમાં યોગ્ય તક ન હોવાથી લોકો વિદેશ જતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. નીતિન પટેલે કહ્યું કે મહેનત કરવા છતા પણ યોગ્ય સ્થાન ન મળતા લોકો વિદેશ જાય છે. તક ન મળતી હોવાથી લોકો મોટા ખર્ચાઓ કરી, જીવના જાેખમે વિદેશ જાય છે. દેશમાં મહેનત કર્યા બાદ પણ સ્થાન ન મળતા લોકો જાેખમ લઇને વિદેશ જાય છે. દેશમાં નોકરી, ધંધા મર્યાદિત હોવાથી લોકો વિદેશમાં જાય છે.

ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા પર પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં યુવાનોને તક ઉપલબ્ધ થતી નથી. અહી તક મળતી ન હોવાથી લોકો વિદેશમાં જવા માંગે છે. અહી ભવિષ્ય ઉજ્જવળ નથી થતુ. મહેનત કરવા છતા સારી પોઝિશન મળતી નથી. જેથી સરકાર એવી તક ઉભી કરે કે વિદેશ જવાનો મોહ ઓછો થાય.તો બીજી તરફ, કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી ીતિન પટેલનો એકવાર ફરી રમૂજી અંદાજ જાેવા મળ્યો હતો.

તેમણે કહ્યુ હતું કે, હમણા મારા ઘરમાં મીઠો વિવાદ ચાલે છે. કચ્છનું સફેદ રણ જાેવા માટે વિવાદ ચાલે છે. મારી પત્નીએ હજુ સુધી કચ્છનું રણ નથી જાેયું. ભલે અમિતાભ બચ્ચને ગમે એટલી જાહેરાત કરી હોય. ભલુ થજાે ભગવાનનું કે હવે થોડો સમય મળ્યો છે. હવે સમય મળ્યો છે એટલે બધુ માણવાનો સમય મળશે. મારી પૌત્રી ૧૧ વર્ષની ક્યારે થઈ ગઈ તે ખબર જ ન પડી.

યુએસ કેનેડા બોર્ડર ઉપર ૪ લોકોના મૃત્યુ મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ડિંગુચા ગામના સરપંચ સાથે ફ્‌ફ દ્ગઈઉજી દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે. સરપંચનું કહેવું છે કે સમગ્ર ઘટનાથી હું અજાણ છું. પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો કરી રહ્યો છું.

પોલીસ તપાસ માટે ડિંગુચા આવી છે. દરમિયાન વિદેશ મંત્રાલયે અમેરિકા અને કેનેડામાં ભારતીય રાજદૂત સાથે વાત કરતા ચાર લોકોના મૃત્યુ અંગે વધુ માહિતી આપી હતી. આ ગમખ્વાર ઘટનામાં જીવ ગુમાવનારા જગદીશ પટેલ, વૈશાલી પટેલ, ધાર્મિક પટેલ અને ગોપી પટેલનો સમાવેશ થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.