Western Times News

Gujarati News

કેન્દ્રએ આધુનિક પોલીસિંગ માટે આપ્યું ફંડ, કર્ણાટક સિવાય કોઈ રાજ્ય ૧૦૦% ઉપયોગ કરી શક્યું નહીં

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં પોલીસના આધુનિકીકરણ પર ઘણું કામ કરી રહી છે. આ માટે કેન્દ્રની સરકાર દરેક રાજ્યને આર્થિક મદદ કરે છે.

પરંતુ રસપ્રદ વાત એ છે કે સંસાધનોની બુમો પાડતી રાજ્ય સરકારો અને પોલીસ કેન્દ્રના આ ફંડનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતી નથી.૨૦૨૦-૨૧માં પોલીસ દળના આધુનિકીકરણ માટે રાજ્યોને સહાયતા માટેની કેન્દ્રીય યોજના હેઠળ રૂ. ૧૦૩ કરોડ આપવામાં આવ્યા હતા.

ઘણા રાજ્યોએ અત્યાર સુધી આ સંબંધમાં મળેલી રકમનો ખર્ચ કર્યો ન હોવાથી, તેમને નવી રકમ આપવામાં આવી નથી. ૩૧ ડિસેમ્બર સુધી જાહેર કરાયેલી રકમમાં કર્ણાટકને સૌથી વધુ હિસ્સો મળ્યો છે.

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં પોલીસના આધુનિકીકરણ પર ઘણું કામ કરી રહી છે. આ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દરેક રાજ્યને આર્થિક મદદ કરે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે સંસાધનોની બુમો પાડતી રાજ્ય સરકારો અને પોલીસ કેન્દ્રના આ ફંડનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતી નથી. આ માહિતી એક RTIમાં સામે આવી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારે રાજ્યોને ૭૮૧ કરોડ રૂપિયાની સહાય આપી હતી. પરંતુ ૨૦૨૧-૨૨માં માત્ર ૮૯ કરોડ રૂપિયા જ રિલીઝ થયા હતા. હકીકતમાં, ૩૧ ડિસેમ્બર સુધી, કર્ણાટક સિવાય, અન્ય કોઈ રાજ્યએ કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલ ભંડોળનો ખર્ચ કર્યો નથી. તેથી માત્ર એટલી જ રકમ બહાર પાડવામાં આવી હતી જે ખર્ચવામાં આવી હતી.

૨૦૨૦-૨૧માં પોલીસ દળના આધુનિકીકરણ માટે કેન્દ્રીય યોજના હેઠળ ૧૦૩ કરોડ આપવામાં આવ્યા છે. ઘણા રાજ્યોએ અત્યાર સુધી આ સંબંધમાં મળેલી રકમનો ખર્ચ કર્યો ન હોવાથી, તેમને નવી રકમ આપવામાં આવી નથી. ૩૧ ડિસેમ્બર સુધી જાહેર કરાયેલી રકમમાં કર્ણાટકને સૌથી વધુ હિસ્સો મળ્યો છે.

આ એકમાત્ર રાજ્ય છે જેણે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી તેના સંપૂર્ણ ભંડોળનો ઉપયોગ કર્યો હતો. કેરળના આરટીઆઈ કાર્યકર્તા કે ગોવિંદનના પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે.

કેન્દ્રએ ૨૦૨૦-૨૧માં કુલ રૂ. ૧૦૩ કરોડ બહાર પાડ્યા હતા, જે ૨૦૧૮-૧૯માં જાહેર કરાયેલ રૂ. ૭૫૯ કરોડ કરતાં અનેક ગણા ઓછા છે. ૨૦૧૯-૨૦ માં, કેન્દ્ર સરકારે પોલીસ દળના આધુનિકીકરણ માટે રાજ્યોને ૭૮૧ કરોડ રૂપિયા આપ્યા. કર્ણાટક દેશનું એકમાત્ર રાજ્ય હતું, જેણે ૨૦૨૦-૨૧માં ફાળવેલ ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હતો.

નાણા મંત્રાલયના નિયમો અનુસાર, ભંડોળ બહાર પાડતા પહેલા, રાજ્યોને અગાઉના ભંડોળના ઉપયોગનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. એટલે કે તેઓએ આ રકમ ક્યાં ખર્ચી છે તે જણાવવું પડશે. પોલીસ મોડર્નાઇઝેશન ફંડ માટે, કેટલાક રાજ્યોએ યુરલાઇઝેશન સર્ટિફિકેટ આપ્યું ન હતું, તેથી તેમને ફંડ બહાર પાડવામાં આવ્યું ન હતું.

આ યોજના હેઠળ, ૬૦ ટકા નાણાં કેન્દ્ર સરકાર દ્વારા અને ૪૦ ટકા રાજ્ય સરકાર દ્વારા રોકાણ કરવામાં આવે છે. પૂર્વોત્તરના ૮ રાજ્યો ઉપરાંત, કેન્દ્ર સરકાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ફંડમાં ૯૦% યોગદાન આપે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.