Western Times News

Gujarati News

સ્ટીલ્થ ઓમિક્રોનના સૌથી વધુ કેસ ડેનમાર્કમાં નોંધાયા

વોશિંગ્ટન, ઓમિક્રોનના કહેર બાદ હવે સ્ટીલ્થ ઓમિક્રોને લોકોમાં ડર વધાર્યો છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટ સ્ટીલ્થ ઓમિક્રોન (બીએ.૨)ને મૂળ ઓમિક્રોન કરતાં પણ ખૂબ વધુ સંક્રામક માનવામાં આવે છે.

અત્યાર સુધીમાં સ્ટીલ્થ ઓમિક્રોનના સૌથી વધારે સેમ્પલ ભારત સહિત ડેનમાર્ક, બ્રિટન, સ્વીડન અને સિંગાપુરમાંથી મળી આવ્યા છે. આ સબ વેરિએન્ટ યુરોપીય દેશોમાં ખૂબ ઝડપથી પોતાનો પગ પ્રસારી રહ્યો છે. તેના સૌથી વધારે ટ્રાન્સમિસિબલ સ્ટ્રેઈનને જાેતાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તે કોવિડ-૧૯ની લહેરને વધુ વિકટ બનાવી શકે છે.

શું છે સ્ટીલ્થ ઓમિક્રોનઃ યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ સ્ટીલ્થ ઓમિક્રોનની ઓળખ કરી છે. યુકેએચએસએના ઈન્સીડેન્ટ ડાયરેક્ટર ડોક્ટર મીરા ચંદે જણાવ્યું કે, ‘વિકસિત અને મ્યુટેટ હોવું એ વાયરસનો નેચર છે માટે એવી આશા રાખી શકાય કે, આગામી સમયમાં આપણને અનેક નવા-નવા વેરિએન્ટ્‌સ જાેવા મળી શકે. આપણે જીનોમિક સર્વેલાન્સની મદદથી તેની ઓળખ કરી શકીએ છીએ અને તે ગંભીર છે કે નહીં તે પણ જાણી શકીએ છીએ.’ આ સબ-લીનિએજ (સબ લિનિયેજ)ની ઓળખ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી.

સ્ટીલ્થ ઓમિક્રોનની ઓળખઃ બ્રિટનમાં સ્ટીલ્થ ઓમિક્રોન એટલે કે, બીએ.૨ સબ વેરિએન્ટના ૪૨૬ કેસની ઓળખ કરવામાં આવી છે. યુકેએચએસએના કહેવા પ્રમાણે હાલ વાયરલ જીનોમમાં બદલાવ અંગે નિશ્ચિતરૂપે કશું ન કહી શકાય પરંતુ પ્રાથમિક ગણતરીથી જાણવા મળ્યું છે કે, ઓરિજનલ ઓમિક્રોન બીએ.૧ની સરખામણીએ સ્ટીલ્થ ઓમિક્રોન (બીએ.૨)નો ગ્રોથ રેટ વધ્યો છે. યુકેએચએસએના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં ૪૦ દેશોમાં સ્ટીલ્થ ઓમિક્રોન મળી આવ્યો છે અને તે સૌથી વધારે ડેનમાર્કમાં ફેલાઈ રહ્યો છે.

વૈજ્ઞાનિકોનો મતઃ સ્ટેટન્સ સીરમ ઈન્સ્ટિટ્યુટ (એસએસઆઈ)ના એક સંશોધક એંડર્સ ફોર્મ્સગાર્ડના કહેવા પ્રમાણે ‘બધા જ વેરિએન્ટના ઝડપી વિકાસને હાલ સરખી રીતે નહીં સમજાવી શકાય. તેના ગ્રોથને લઈને હું હેરાન છું પરંતુ ચિંતિત નથી. બની શકે કે, તે વસ્તીમાં ઈમ્યુનિટી પ્રત્યે વધારે પ્રતિરોધક છે જેના કારણે તે લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. એ પણ શક્ય છે કે, બીએ.૧થી સંક્રમિત થયા બાદ તમે બીએ.૨ની લપેટમાં પણ આવો. આ એક સંભાવના છે અને આપણે તે માટે તૈયાર રહેવું પડશે. આ સ્થિતિમાં અમે આ મહામારીના ૨ પીક જાેઈ રહ્યા છીએ.’

હોસ્પિટલ જવા અંગેઃ ડેનમાર્કના એસએસઆઈના પ્રાથમિક ડેટા પ્રમાણે બીએ.૧ની સરખામણીએ બીએ.૨ માટે હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં કોઈ અંતર નથી જાેવા મળ્યું. ઓમિક્રોનના બીએ.૨ સબ વેરિએન્ટમાં એવું કોઈ વિશેષ મ્યુટેશન નથી મળ્યું જેની મદદથી તેને ડેલ્ટાથી સરળતાથી અલગ પાડી શકાય. આ તરફ અનેક હેલ્થ એક્સપર્ટ્‌સે એવો દાવો કર્યો છે કે, આ સબ વેરિએન્ટ આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પણ બચી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.