Western Times News

Gujarati News

અમેરિકા-કેનેડા બોર્ડર પર પટેલ પરિવારના ૪ સભ્યોના મોતની પુષ્ટિ કરતી કેનેડા પોલીસ

નવીદિલ્હી, કેનેડા-અમેરિકા સરહદ પાસે કલોલના પરિવારના ચાર લોકોના મોત થયો હતા તેમના મોતની પુષ્ટિ કનેડા પોલીસે કરી છે, આ પરિવારની મોતની તપાસ કેનેડા પોલીસ કરી રહી હતી

જેના અતર્ગત કેનેડા પોલીસે આ ૪ લોકોના મોત થયા છે તેમની ઓળખ કરી છે. અને આ કેસમાં હાલ તેઓ વધુ તપાસ હાથ ધરી રહી છે.પટેલ પરિવાર સંબધિત કેસમાં અમેરિકા ,કેનેડા અને ભારતની પોલીસ તપાસ કરી રહી છે.

કેનેડા અને અમેરિકાની સરહદ પાસે ૪ ભારતીયોના ઠંડીના કારણે મોત થયાના સમાચાર આવ્યા છે, આ ઘટનાનાની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયોના મોતની નોંધ લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે, જેમાં એક નવજાત બાળક પણ છે.

જાે કે, તેને માનવ તસ્કરીનો સંભવિત મામલો ગણાવવામાં આવી રહ્યો છે. વિદેશી મીડિયામાં પણ આ સમાચાર ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યા છે. મન્ટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) એ ગુરુવારે જણાવ્યું હતું કે બુધવારે એમર્સન નજીક કેનેડા-યુએસ સરહદની કેનેડિયન બાજુએ ચાર મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં બે પુખ્ત, એક કિશોર અને એક નવજાત છે.

આ મામલે પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્‌વીટ કર્યું, “કેનેડા-યુએસ બોર્ડર પર એક શિશુ સહિત ૪ ભારતીય નાગરિકોના માર્યા ગયા હોવાના અહેવાલોથી આઘાત લાગ્યો છે. યુએસ અને કેનેડામાં અમારા રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવા કહ્યું છે.”મામલાની નોંધ લેતા કેનેડામાં ભારતીય રાજદૂત અમર બિસારિયાએ કહ્યું કે ભારતીય કોન્સ્યુલર ટીમ ઘટનાસ્થળે જઈ રહી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરના ટ્‌વીટને ટાંકીને તેમણે લખ્યું, “આ એક દુઃખદ દુર્ઘટના છે. ટોરોન્ટોથી એક ભારતીય કોન્સ્યુલર ટીમ ટેકો અને મદદ પૂરી પાડવા માટે મેનિટોબા જઈ રહી છે. અમે કેનેડિયન સત્તાવાળાઓની આ ચિંતાજનક ઘટનાઓની તપાસ કરવા આતુર છીએ.

અહેવાલો અનુસાર, અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે એવું માનવામાં આવે છે કે મૃતક ભારતથી આવ્યા હતા અને કેનેડાથી યુએસ સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરસીએમપી આસિસ્ટન્ટ કમિશનર જેન મેકક્લેચીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અત્યાર સુધી મળેલી માહિતી શેર કરી હતી.તેમણે કહ્યું કે આ હ્રદયસ્પર્શી અકસ્માત છે. તપાસના ખૂબ જ પ્રારંભિક તબક્કે એવું જણાય છે કે તમામ મૃત્યુ ઠંડા હવામાનને કારણે થયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.