Western Times News

Gujarati News

પંજાબમાં ભાજપે ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી

ચંડીગઢ, ભારતીય જનતા પાર્ટીએ આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં માત્ર ત્રણ ઉમેદવારોના નામ સામેલ છે. આ એક દિવસમાં બીજેપીની બીજી (કુલ ત્રીજી) યાદી છે. આ પહેલા ગુરુવારે જ તેણે ૨૭ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી. ત્રીજી યાદીમાં, ભાજપે અમૃતસર સેન્ટ્રલ, અમૃતસર પૂર્વ અને બાબા બકાલા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે.

ભારતીય જનતા પાર્ટી ૧૧૭ સભ્યોની પંજાબ વિધાનસભામાં ૬૫ બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે તેના બે સહયોગી પંજાબ લોક કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ) અનુક્રમે ૩૭ અને ૧૫ બેઠકો પર ચૂંટણી લડશે.

૧૯૯૭ની વિધાનસભા ચૂંટણી પછી આ પહેલીવાર છે જ્યારે ભાજપ રાજ્યમાં તેના ભૂતપૂર્વ સહયોગી શિરોમણી અકાલી દળ વિના ચૂંટણી લડી રહ્યું છે. અકાલી અગાઉ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો ઘટક હતો. તાજેતરમાં રદ કરાયેલા કૃષિ કાયદાઓ અંગે મતભેદને પગલે એસએડી એ ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.