Western Times News

Gujarati News

પાક.માં પિત્ઝાની માફક ઘરે બંદૂકો પહોંચાડવામાં આવે છે

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક ઘરમાં રિવોલ્વર પહોંચાડવી એ પિત્ઝા ઓર્ડર કરવા જેટલું જ સરળ છે. સમા ટીવીએ અહેવાલ આપ્યો છે કે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાનું મનપસંદ હથિયાર પસંદ કરી શકે છે, ડીલરને કોલ કરી શકે છે, કિંમત પર સંમત થઈ શકે છે અને થોડા દિવસો પછી, એક કુરિયર તેમનો દરવાજાે ખખડાવશે.

આ ડિલિવરી સેવા સમગ્ર પાકિસ્તાનમાં ઉપલબ્ધ છે. પાકિસ્તાનમાં આ નેટવર્ક કેટલું મજબૂત છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ કહેવું એટલા માટે પણ યોગ્ય છે કારણ કે શસ્ત્રોની ડિલિવરી માટે, ગ્રાહક તેમની પસંદગીના શસ્ત્રો પસંદ કરવા માટે ફેસબુક પેજ અને વોટ્‌સએપ ગ્રુપ પણ છે.

ઘરે હથિયારની ડિલિવરી મળ્યા બાદ એક પાકિસ્તાની નાગરિકે સામ ટીવીને જણાવ્યું કે તેનું હથિયાર ખૈબર પખ્તુનખ્વાના દારા આદમખેલથી કરાચી મોકલવામાં આવ્યા હતા. તેની કિંમત ૩૮,૦૦૦ રૂપિયા હતી. નામ ન આપવાની શરતે આ ગ્રાહકે જણાવ્યું કે ડિલિવરી પહેલા તેની પાસે લાઇસન્સ માંગવામાં આવ્યું ન હતું.

ગ્રાહક સાથે ફોન પર સમગ્ર ડીલ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિએ કહ્યું કે મેં ઇઝી પૈસા દ્વારા ૧૦,૦૦૦ રૂપિયા મોકલ્યા અને હથિયારની તપાસ કર્યા પછી બાકીના ૨૮,૦૦૦ રૂપિયા ચૂકવી દીધા. સૌથી સસ્તી ડિલિવરી કરાચીમાં છે. બે અલગ અલગ નેટવર્ક છે.

પહેલો હથિયાર ડીલર છે, બીજાે તે જે તેનું વિતરણ કરે છે. શસ્ત્રોના પ્રકારોની કોઈ મર્યાદા નથી કે જે વેચી શકાય અને વહેંચી શકાય. પિસ્તોલથી લઈને AK-૪૭ સુધી બધું જ વેચાય છે. અહીં નોંધનીય બાબત એ છે કે શસ્ત્રો ચોક્કસપણે ક્યાંય પણ ઓનલાઈન પહોંચાડવામાં આવતા નથી. પરંતુ, પાકિસ્તાનમાં આવું નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.