Western Times News

Gujarati News

મધદરિયે ફસાયેલા માછીમારોને બચાવવાના બદલે અપહરણ કર્યું

જામનગર, ગુજરાતને દરિયાનો ખુબ જ મોટો કિનારો મળ્યો છે. જેના કારણે રાજ્યનાં દરિયા કિનારાના લાાખો લોકો માછીમાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. માછીમારી કરવા માટે માછીમારો હંમેશા ભારતીય સીમા છે તેટલા વિસ્તારમાં માછીમારી કરતા હોય છે.

જાે કે પાડોશી પાકિસ્તાન વારંવાર આ માછીમારોનું બિનકાયદેસર રીતે અપહરણ પણ કરતું હોય છે. આવો જ વધારે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એજન્સી દ્વારા બોટ અને માછીમાર તમામનું અપહરણ કરી લીધું હતું. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઓખઆ બંદરની તુલસી મૈયા નામની IND GJ 11 MM 1591 નામની બોટ ઓખાથી માછીમારી કરવા માટે રવાના થઇ હતી.

આ બોટમાં સાત ખલાસીઓ હતા. જાે કે બોટનું એન્જિન દરિયામાં ખરાબ થઇ જતા બોટ મધદરિયે ફસાઇ હતી. તેવામાં ૨૮ તારીખે પાકિસ્તાની એજન્સી દ્વારા ૭ ખલાસી સાથે બોટનું અપહરણ કરી લેવાયું હતું. મધદરિયે ફસાયેલી બોટની મદદ કરવાનાં બદલે પાકિસ્તાને પોતાની અવળચંડાઇ કરી હતી.

બોટનું અપહરણ કરી લીધું હતું. આ બોટ માંગરોળનાં વત્સલ પ્રેમજીભાઇ થાપણીયાની છે. જે ઓખા ખાતે માછીમારી કરવા માટે ગઇ હતી. બપોર સુધી બોટ માલિક સાથે સંપર્કમાં હતી. જાે કે અચાનક તે સંપર્કવિહોણી થઇ હતી. તે અગાઉ પાકિસ્તાની એજન્સીઓની બોટ આવી રહી હોવાનું માછીમારોએ જણાવ્યું હતું. ત્યાર બાદ સંપર્ક કપાઇ ગયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.