Western Times News

Gujarati News

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, પગારમાં થશે આટલો વધારો

નવીદિલ્હી,  કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યંત સારા સમાચાર મળી રહ્યા છે કેમ કે તેમનો પગાર ફરીથી વધવાનો છે.

આ પગારમાં 6480 રૂપિયાથી લઈ 90 હજાર રૂપિયા વાર્ષિક સુધીનો વધારો થશે. આ વધારો મોંઘવારી ભથ્થા તરીકે થશે. કેન્દ્રીય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં વધારાનું એલાન હોળી આસપાસ થશે પરંતુ જાણકારોએ સ્પષ્ટ કરી દીધું છે કે જાન્યુઆરી-2022માં મોંઘવારી ભથ્થું કેટલું વધશે.

મોંઘવારી ભથ્થાની ગણતરીના નિષ્ણાત હરિશંકર તિવારીએ કહ્યું કે ડિસેમ્બર-2021 માટે એઆઈસીપીઆઈ-આઈડબલ્યુ (ઑલ ઈન્ડિયા ક્ન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફશેર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ)ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ડિસેમ્બરમાં જો કે તે 0.3 પોઈન્ટ ઘટીને 125.4 પોઈન્ટ ઉપર આવી ગયા છે.

જ્યારે નવેમ્બર-2021માં આ આંકડો 125.7 ઉપર હતો મતલબ કે નવેમ્બર-2021ની તુલનાએ તેમાં 0.24%નો ઘટાડો આવ્યો છે પરંતુ તેનાથી મોંઘવારી ભથ્થામાં વધારા ઉપર ખાસ અસર જોવા મળશે નહીં.

તિવારીએ જણાવ્યું કે લેબર મંત્રાલયના એઆઈસીપીઆઈ આઈડબલ્યુના આંકડા આવ્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થશે જેનો સીધો ફાયદો કરોડો કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઓને થશે. તેમના પગારમાં બમ્પર ઉછાળો આવશે. મોંઘવારી ભથ્થામાં આ વધારો જૂલાઈથી ડિસેમ્બર-2021 માટે હશે.

આ પહેલાં મંત્રાલયે નવેમ્બર-2021ના ઑલ ઈન્ડિયા ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આંકડા આપ્યા હતા જેમાં નવેમ્બરમાં ઈન્ડેક્સ 0.8%નો વધારો નોંધાયો હતો. નવેમ્બરેમાં તે 125.7 ઉપર હતો. જ્યારે ઑક્ટોબર-2021માં આ 124.9 ઉપર હતો. તિવારીએ કહ્યું કે ઑક્ટોબર-નવેમ્બરના મુકાબલે ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો છે.

આ આધારે કહી શકાય કે જાન્યુઆરી-2022માં મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થશે. સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અત્યારે 28% ચૂકવાય છે. છેલ્લે મોંઘવારી ભથ્થામાં વધારો જૂલાઈ-2021માં થયો હતો. હવે 3%ના ઉછાળા બાદ તે 31%એ પહોંચી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.