Western Times News

Gujarati News

દીપિકા પાદુકોણને જાેઇને કપિલ શર્મા સવાલ ભૂલ્યો

મુંબઇ, કોમેડિયન કપિલ શર્મા વારંવાર પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’ માં દીપિકા પાદુકોણની વાત કરતો રહે છે. દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડતા આ શોમાં એક પછી એક બોલિવુડ સ્ટાર્સ પોતાના ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવતા હોય છે.

કપિલના આ કોમેડી શોની ઘણી એક્સટ્રેસ પણ પ્રશંસક છે, ત્યારે દીપિકાના આવવાથી કપિલની હાલત શું થાય છે, તે દર્શકોએ ઘણા શોમાં પણ જાેયું છે. કપિલ શર્માના શોમાં દીપિકા જેટલી વાર પણ ફિલ્મનાં પ્રમોશન માટે આવી છે, તેટલી વાર કપિલ શર્મા પોતાના પ્રેમનો એકરાર કરતા થાક્યો નથી.

આવી જ પરિસ્થિતિ ફરી કપિલ શર્માના સેટ પર ઉભી થઇ હતી. ફિલ્મ ગહેરાઇયાંનું પ્રમોશન કરવા માટે દીપિકા પાદુકોણ કપિલના કોમેડી શોમાં પહોંચી હતી, ત્યારે કપિલનાં હાવભાવ બદલાઇ ગયા હતા. જેનો શો ના મેકર્સે એક પ્રોમો વીડીયો શેર કર્યો છે, એકસ્ટ્રેસ શો ની સ્ટાર કાસ્ટ ડાયરેક્ટર શકુન બત્રા સાથે નજર આવી રહી છે.

શો ના મેકર્સે શેર કરેલાં વીડિયોમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કરવા અને અનન્યા પાંડે શોમાં પહોંચ્યાં હોવાનું જાેવા મળે છે. વીડિયોમાં સૌથી વધુ દીપિકા અને કપિલની વચ્ચેની કેમિસ્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. કપિલ શર્મા દીપિકા માટે એક ગીત પણ ગાતો જાેવા મળ્યો છે, હમે તુમસે પ્યાર કિતનાપ. સોન્ગ ગાઇ રહેલ કપિલ જાણે પોતાના પ્રેમનો ઇજહાર કરતાં હોય તેમ લાગી રહ્યું છે.

દીપિકા પણ પણ તેની સાથે તાલ મલાવતી જાેવા મળી રહી છે. કપિલ શર્મા દીપિકા પાદુકોણને પૂછે છે કે, તમને કોઈની સાથે કોમેડી ફિલ્મ કરવી પડે તો તમે કોની સાથે કરશો? જેના પર દીપિકા પાદુકોણ પોતાના જવાબમાં કહે છે, કે તમે એ ફિલ્મ ડાયરેક્ટ કરો, અને મારા કો એક્ટર પણ બનો, તમે ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી શકો છો.

કપિલ શર્મા, દીપિકાનો આ જવાબ સાંભળીને ગદગદ થઈ જાય છે અને વાત-વાતમાં પોતાનો પ્રેમ જાહેર કરવા લાગે છે અને બોલે છે કે, હું દીપિકા માટે બધી જ મિલકત ખર્ચી નાંખીશ. આમ કપિલ શર્મા પોતાનો આગળનો સવાલ પણ ભૂલી જાય છે. આ પ્રોમો વીડિયો જાેઇને લાગે છે કે, આગળનો શો ઘણો મજેદાર થવાનો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.